Banaskantha News :
સરકાર દ્વારા સામાન્ય નાગરિક ની સુવિધામાં વધારો કરવા લાખો – કરોડો રૂપિયા ના બજેટ ફાળવવામાં આવે છે. પરંતુ હાલ માં આરોગ્ય તંત્ર ની પરિસ્થિતિ જોતાં સરકારી ડૉક્ટર અને સરકારી બાબુઓને સામાન્ય નાગરિક ની કઈ પડી ન હોય તેવું લાગી રહ્યુ છે
બનાસકાંઠા ના કાંકરેજ તાલુકા ના મથક શિહોરી kankrej taluka shihori ખાતે આવેલ સરકારી હોસ્પિટલના સ્ટાફ ની ભારે બેદરકારી સામે આવી છે.
મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખસા ગામે કોઈ ઈસમ દ્વારા પ્રકાશભાઈ ભાવાભાઈ પરમાર ઉંમર વર્ષ ૩૦ ને છાતી ના ભાગે માર મારતાં તેઓ ને ઈજાઓ થઇ જેને લઈને પ્રકાશભાઈ ને સારવાર માટે તેમનો પરિવાર શિહોરી રેફરલ હોસ્પિટલમાં લઈ આવ્યો. પરંતુ શિહોરી રેફરલ હોસ્પિટલ Shihori Referral Hospital ખાતે હોસ્પિટલ ના કર્મચારીઓની માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
ઇજાગ્રસ્ત પ્રકાશભાઈ ની સારવાર કરવાની જગ્યા એ બહાર બેઠકના બાકડા ઉપર સુવડાવી તેમની સાથે આવેલ મહિલા ના હાથ માં ચાલું બોટલ પકડાવી દીધી અને હોસ્પિટલ ના પાર્કિંગ માં જ બહાર સારવાર કરવામાં આવી.
કાંકરેજ તાલુકા ના મથક શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં બેડ સહિત તમામ સુવિધા હોવાં છતાં સામાન્ય માનવી ની સારવાર કરવા ડોકટરો પાસે જગ્યા નથી.
જ્યારે શિહોરી રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ડી.એન પરમાર હતાં ત્યારે શિહોરી રેફરલ હોસ્પિટલમાં રોજની ૪૦૦ જેટલી ઓપીડી કરાતી હતી અને તાલુકાના કેન્દ્ર તરીકે ડીલીવરી માટે પણ સરકારી હોસ્પિટલ નું નામ આગળ હતું. હાલે હોસ્પિટલમાં સારી સુવિધા હોવા છતાં કર્મચારીઓ લાલીયાવાડી ચલાવી રહ્યા છે.
કાંકરેજ પંથક ની સામાન્ય અને ભોળી પ્રજાને હોસ્પિટલમાં સુવિધા હોવા છતાં બેઠક ઉપર દવા કરવાની નોબત સરકારી તંત્ર ના કારણે આવી છે
લોકોના જણાવ્યાં મુજબ હોસ્પીટલ નો સ્ટાફ દર્દીઓ સાથે ઉદ્ધતાય ભર્યું વલણ અપનાવતા હોય છે ત્યારે આરોગ્ય તંત્ર ધ્યાને લઇ અને એક્શન લે એવી લોક માંગ ઉઠવા પામી છે.