Ambaji : દિવાળીના તહેવારમાં અંબાજી મંદિર જઇ રહ્યા છો જોઈ લો આ નહિ તો મુશ્કેલીમાં મુકાઇ શકો છો
દિવાળી ના તહેવારોમાં મોટા ભાગના માઈભક્તો પરિવાર પ્રખ્યાત યાત્રાધામ અને શક્તિપીઠ એવા ઉત્તર ગુજરાત માં આવેલ વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ માં અંબા ના ધામ અંબાજી તીર્થ Ambaji temple ના દર્શન કરવાનું આયોજન કરતાં હોય છે. અને જેના કારણે દિવાળી ને બેસતા વર્ષ થી લાભ પાંચમ Diwali celebration સુધી યાત્રાધામ અંબાજી Ambaji mandir માં યાત્રાળુઓની ભારે ભીડ જામે છે.
જેને લઈને વ્યવસ્થાના ભાગરૂપે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ દિવાળીના તહેવારો સમયે દર્શન – આરતી- રાજભોગ aarti, darshan વગેરે ના સમય માં darshan time in ambaji temple ફેરફાર કરવામાં આવે છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વર્ષે એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી દિવાળી તેમજ નવિન વર્ષોના દિવસો દરમ્યાન આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા લેવા વિનંતી કરાઈ છે.
૧) તા.૦૨/૧૧/૨૦૨૪ શનિવાર કારતક સુદ એકમના બેસતા વર્ષ ના દિવસે
આરતીનો સમય સવારે ૬.૦૦ થી ૬.૩૦ રહેશે, દર્શનનો સમય સવારે ૬.૩૦ થી ૧૧.૩૦નો રહેશે, રાજભોગ બપોરે – ૧૨.૦૦ કલાકે,બપોરે દર્શન ૧૨.૩૦ થી ૧૬.૧૫ રહેશે, સાંજે આરતીનો સમય ૧૮.૩૦ થી ૧૯ તથા સાંજે દર્શન ૧૯ વાગ્યા થી રાતે ૨૧ વાગ્યા સુધીનો સમય રહેશે.
૨) તા.૦૩/૧૧/૨૦૨૪ કારતક સુદ બીજ થી તા.૦૬/૧૧/૨૦૨૪ કારતક સુદ પાંચમ સુધી
આરતીનો સમય સવારે ૬.૩૦ થી ૭ વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે ૭ થી ૧૧.૩૦નો રહેશે, રાજભોગ બપોરે – ૧૨.૦૦ કલાકે,બપોરે દર્શન ૧૨.૩૦ થી ૧૬.૧૫ રહેશે, સાંજે આરતીનો સમય ૧૮.૩૦ થી ૧૯ તથા સાંજે દર્શન ૧૯ વાગ્યા થી રાતે ૨૧ વાગ્યા સુધીનો સમય રહેશે.
૩) ત્યાર બાદ તા.૦૭/૧૧/૨૦૨૪ થી
આરતી તથા દર્શનનો સમય નીચે મજબ યથાવત રહેશે જેમાં આરતીનો સમય સવારે ૭.૩૦ થી ૮ વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે ૮ થી ૧૧.૩૦નો રહેશે, રાજભોગ બપોરે – ૧૨.૦૦ કલાકે,બપોરે દર્શન ૧૨.૩૦ થી ૧૬.૧૫ રહેશે, સાંજે આરતીનો સમય ૧૮.૩૦ થી ૧૯ તથા સાંજે દર્શન ૧૯ વાગ્યા થી રાતે ૨૧ વાગ્યા સુધીનો સમય રહેશે.
આ સમયને ધ્યાન માં લઈ તમારી યાત્રા નું આયોજન કરવા શાંતિશ્રમ પરિવાર Shantishram આપ સૌને જણાવે છે. આપની યાત્રા આનંદદાયી બને અને માં અંબા ના આશીર્વાદ આપના પરિવાર પર સદાય વરસતા રહે એવી પ્રાર્થના સાથે તહેવારોની ખૂબ ખૂબ શુભકામનાઓ Happy Diwali And Nutan varshabhinanadan
Read More :
Ambaji Temple History : શક્તિપીઠ તરીકે જાણીતા માં અંબાના મંદિરના ઇતિહાસ વિષે જાણો, મંદિર સાથે જોડાયેલી છે આવી માન્યતા
Ambaji Temple Bhadarvi Poonam 2024 : “જે ચડે ગબ્બર, તે બને જબ્બર “, આદ્ય શક્તિ અંબાનું મૂળ પ્રાગટ્ય સ્થાન હોવાની માન્યતા