રાજ્યના મહેસુલીતંત્રમાં બઢતી- બદલીનો મોટાપાયે ગંજીફો ચીપવામાં આવ્યો છે. નાયબ મામલતદાર, મામલતદારો અને ટી.ડી.ઓ. પંચાયત સંવર્ગનો બઢતીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પાટણ ગ્રામ્ય મામલતદાર ગોપીભાઇ આર. ડાભીને જામનગર કલેક્ટર કચેરીના પી.આર.ઓ. પાટણ શહેર મામલતદાર ધનરાજ કાલીદાસ રાજપાલને મામલતદાર ભૂજ શહેર, સરસ્વતી મામલતદાર કે.કે. રણાવાસીયાને સિધ્ધપુર અને તેમની જગ્યાએ નખત્રાણાથી એસ.ડી. બોડાણાને શંખેશ્વરના બી.ડી.કટારીયાને કાંકરેજ માં અને કાંકરેજના મામલતદાર ભરતકુમાર જે. દરજીને બઢતી આપી ડે. કલેક્ટર-૧ પાટણ કલેક્ટર કચેરીએ મુકવામાં આવ્યા છે
દિયોદરમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ આર શાહ ને મામલતદાર નખત્રાણા તરીકે મૂકવામાં આવેલ છે.
પાટણ શહેર મામલતદાર તરીકે રાધનપુરથી ફિરોઝમહંમદ એમ. બાગવાનને પાટણ કલેકટર કચેરી મહેસુલ શાખાના નાયબ મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે નાયબ મામલતદાર પ્રકાશકુમાર પી. રામીને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી ઔડા-૨માં ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે મુકવામાં આવ્યા છે.
જ્યારે પાટણ કલેક્ટર કચેરીના પીઆરઓ તરીકે ભાભર મામલતદાર રમેશકુમાર એમ. ચૌધરીને જ્યારે તેમની જગ્યાએ જીતેન્દ્રસિંહ ચંદુસિંહ પરમારને વડોદરાથી બઢતી આપી ભાભર મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત પાટણ ચૂંટણી શાખામાં મામલતદાર તરીકે બનાસકાંઠામાંથી બઢતી સાથે હરગોવનભાઇ સી. પરમારને મુકાયા છે.ચાણસ્મા મામલતદાર તરીકે અશોકકુમાર નાથાભાઇ પ્રજાપતિ મહેસાણાથી બઢતી સાથે અને રાધનપુરમાં સાબરકાંઠાથી બઢતી સાથે બાબુભાઇ માધવલાલ પટેલને જયારે શંખેશ્વરમાં દિનેશભાઇ દુધાભાઈ પંડયાને જે બનાસકાંઠામાં ફરજ બજાવતા હતા તેમને બઢતી સાથે બદલવામાં આવ્યા છે.
પાટણ કલેક્ટર કચેરીમાં નાયબ કલેક્ટર તરીકે કુ.હેમાંગીન આર. ગુર્જર જેઓ હાલમાં મામલતદાર ડિઝાસ્ટર તરીકે સાબરકાંઠામાં ફરજ બજાવતા હતા તેમને મુકવામાં આવ્યા છે. પાલનપુર શહેર મામલતદાર કે.આર. ચૌધરીને બઢતી સાથે એસએલએઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.
આ બઢતીના ગંજીફામાં પાટણમાંથી બે અને બનાસકાંઠામાંતી ૧૭ જેટલા નાયબ મામલતદારને બદલી રાજ્યના જુદા જુદા જિલ્લામાં મુકવામાં આવ્યા છે. કુલ ૧૦૮ નાયબ મામલતદારને બઢતી અપાઇ છે.
બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર તરીકે મહેસાણા કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા વિકાસકુમાર કે. રતાડાને મુકાયા છે. ખેરાલુ પ્રાંત અધિકારી તરીકે ડૉ.એ.પી. ચૌધરી જેઓ કવાંટ ખાતે ફરજ બજાવતા હતા તેમને મુકવામાં આવ્યા છે.