વનપ્લસ સ્થાનિક બજાર માટે નવા સ્માર્ટફોન પર કામ કરી રહ્યું છે. ( oneplus 13 launch date ) આગામી ફ્લેગશિપ ફોન ઓક્ટોબરના અંતમાં ચીનના બજારમાં લોન્ચ કરવામાં આવશે. જ્યારે થોડા સમય બાદ તે ભારતમાં પણ પ્રવેશ કરશે. તેના લોન્ચિંગ પહેલા ફોન વિશે ઘણી વિગતો ઓનલાઈન સામે આવી છે. Weibo પોસ્ટમાં ફોનની ડિઝાઇન પણ જોવામાં આવી છે. રિપોર્ટ અનુસાર,oneplus 13 launch ફ્લેટર બેક ડિઝાઇન અને સાઇડ એજ સાથે એન્ટ્રી કરશે, જે અગાઉના ફોનથી થોડો અલગ છે.
OIS સપોર્ટ સાથે કેમેરા
તે ટેક્ષ્ચર ફિનિશ સાથે મેટ ફિનિશને સ્પોર્ટ કરશે. જેની ફિનિશ અગાઉના Oneplus 12 કરતા વધુ સારી હશે. ડિઝાઈનના સંદર્ભમાં વધુ ફેરફારની અપેક્ષા નથી, પરંતુ તેમાં ઘણી મોટી બાબતો બદલાશે. Oneplus નો આ ફોન લોન્ચ પહેલા ઘણી સર્ટિફિકેશન વેબસાઈટ પર જોવામાં આવ્યો છે. જ્યાં તેના સ્પેક્સની કેટલીક વિગતો પણ મળી છે. તે 5G, 4G LTE, W-Fi, બ્લૂટૂથ અને નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન (NFC) કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેમાં OIS અને EIS સપોર્ટ સાથે 50MP પ્રાથમિક કેમેરા હશે. લિસ્ટિંગ મુજબ, તે 4,096×3,072 પિક્સેલના રિઝોલ્યુશન સાથે ઇમેજ કેપ્ચર કરી શકે છે. સેલ્ફી માટે ફોનમાં 16MP કેમેરા હોવાનું કહેવાય છે.
Qualcomm ની નવીનતમ ચિપસેટ
ફોનમાં પરફોર્મન્સ માટે, Qualcomm ના લેટેસ્ટ Snapdragon 8 Gen 4 નો ઉપયોગ કરી શકાય છે, જેને Snapdragon 8 Elite પણ કહેવામાં આવે છે. આ ચિપ 21 ઓક્ટોબરે રજૂ કરવામાં આવી રહી છે. વનપ્લસનો ફ્લેગશિપ ફોન સૌથી પહેલા ચીનમાં લોન્ચ થશે અને થોડા દિવસો બાદ તેને ભારત સહિત વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવશે.
ડિસ્પ્લે અને ચાર્જિંગ સપોર્ટ
અન્ય ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં 6.8 ઇંચની માઇક્રો-કર્વ્ડ 2K LTPO ડિસ્પ્લે છે, જે BOE X2 પેનલ સાથે આવે છે. HDR સામગ્રી ચલાવતી વખતે તેની ટોચની તેજ 1600 nits અને 6000 nits સુધીની છે. ફોનમાં મોટી 6,000mAh હાઇ-ડેન્સિટી સિલિકોન એનોડ બેટરી છે જે 50W ચુંબકીય વાયરલેસ ચાર્જિંગ સાથે 100W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો – AI તમારા ફોન અને લેપટોપને સુરક્ષિત કરશે! લોન્ચ કરવામાં આવ્યું આ ખાસ ફીચર