ભારતભરમાં ધામધૂમ પૂર્વક ઉજવાતો મુખ્ય તહેવાર દિવાળી છે અને આ દિવાળીની શરૂઆત વાઘ બારસ 2024 ર્વથી થાય છે. આસો મહિનાના કૃષ્ણ પક્ષની 12મી તિથિ ને વાઘ બારસ કહેવાય છે. ગુજરાતી પંચાગ પ્રમાણે આ વર્ષે વાઘ બારસ ( Vagh Baras 2024 Date ) 28 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે. પણ શું તમે જાણો છો કે વાઘ બારસ નામ કેવી રીતે પડ્યું, જાણો તેની સાથે જોડાયેલી ઐતિહાસિક કથા
દેવું પતાવવાનો શ્રેષ્ઠ દિવસ એટલે વાઘ બારસ
વાઘનો અર્થ થાય છે દેવું. જે લોકો કે વેપારી છે તેમની પાસે જે પણ લેવડ દેવડ થાય છે એ તમામ ચોપડાઓનો દેવું પુરું કરવાનો શ્રેષ્ઠ સમય એટેલે વાઘ બારશ. આ દિવસે જે પણ હિસાબોના ચોપડા છે એ તમામ લેવડ દેવડ આ દિવસે પુરી કરવી જોઈએ. જૂનો હિસાબ બધો પુર્ણ કરીને નવા વર્ષથી નવો હિસાબ શરૂ કરવામાં આવે છે.
વાઘ નામનો એક દૈત્ય હતો. તેનો આસો સુદ બારસના દિવસે વધ કરવામાં આવ્યો. આખા બજારમાં તેને ઘસડીને ફેરવ્યો અને પછી લોકોએ તે દિવસે ઘંધો કર્યો નહિ, વ્યવસાય કર્યો નહિ. અને નવા વર્ષથી કામ શરુ કર્યું. એટલે લોકો આ દિવસે જુનું પતાવીને નવા વર્ષથી શુભ દિવસે કામ શરુ કરે છે.
આ તહેવારનું અસલી નામ “વાક બારસ” હતું. પરંતુ વાક શબ્દનો અપભ્રંશ થતા થતા વાઘબારસ થઈ ગયું. વાક નો અર્થ વાણી છે અને વાણી નો અર્થ માતા સરસ્વતી છે. તેથી આ દિવસે માતા સરસ્વતી ની પૂજા કરવામાં આવે છે. આ પૂજા પાછળની માન્યતા છે કે આપણે એવી વાણી બોલવી જોઈએ કે કોઈને ઠેસ ન પહોંચે. આમ પણ હિન્દુ સંસ્કૃતિમા માં લક્ષ્મીની પહેલા, માં સરસ્વતી ની પૂજા કરવામાં આવે છે. આ પરંપરા પ્રમાણે દિવાળીની પહેલા વાકબારસ તહેવાર મનાવાય છે.
હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ભવિષ્ય પુરાણમાં વાઘબારસ કરવાનો ઉલ્લેખ થયો છે. જેમાં દેવોની દિવ્ય ગાય નંદીની ની વાત કરવામાં આવી છે. હિન્દુ ધર્મમાં ગાયને માતાના રૂપમાં પૂજવામાં આવે છે, કારણ કે ગાય માનવ જાતિનું પોષણ કરે છે. આ દિવસે દરેક મહિલાઓ પોતાના બાળકોની લાંબી ઉંમર માટે વ્રત કરે છે. માન્યતા પ્રમાણે જો કોઈ મહિલાને સંતાન ન હોય અને તે શ્રદ્ધા ભક્તિ સાથે આ વ્રત કરે તો તેને જલ્દી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. કારણ કે ગાય અને તેના વાછડાની બંનેની સાથે આ દિવસે પૂજા થાય છે, તેથી તેને ગોવત્સ દ્વાદશી કહેવામાં આવે છે. આ પૂજાના માધ્યમથી દેશભરમાં ગાયોની સુરક્ષા કરવા માટે સહાય મળે છે.
વાઘ બારસના દિવસે સરસ્વતીની પૂજા
આસો વર બારસ એટલે વાક્ બારસ પરંતુ સમયની સાથે વાક્ નું અપભ્રંશ થતાં ધીરે ધીરે વાઘ થઈ ગયું. અને આ તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવો લાગ્યો. વાક્ એટલે કે વાણી. વાણી એટલે કે સરસ્વતી. વાઘ બારસ ( Vagh Baras 2024 Date And Time ) ના દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સરસ્વતી દેવીન પૂજા કરવાથી જે ચોપડા લખે છે. તેમના મનની શુદ્ધિ થાય છે. વીણા એ સંગીતનું પ્રતીક છે. આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવાથી 14 વિદ્યા અને 64 ટકાનો સંચાર થાય છે. આ દિવસે વિદ્યાર્થીઓ જો ચોપડા પૂજન કરે તો સરસ્વતી દેવીની કૃપા વરસે છે.
વાઘ બારસના દિવસે ગાયની પૂજા કરવાનું મહત્વ
આ દિવસે ગાય માતાની પણ પૂજા કરવામાં આવે છે. વાઘ બારસ કે જે ગોવત્સદ્વાદશી તરીકે પણ ઓળખાય છે. પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ માટે દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું. તેમાંથી અનેક રત્નોની પ્રાપ્તિ થઈ. સાથે જ કામધેનુ એટલે કે ઈચ્છાપૂર્તિ ગાયનું પણ પ્રાગટ્ય થયું. આ દિવસ આસો વદ બારસનો હતો. આ દિવસે દરેક મહિલા પોતાના બાળકોની લાંબી ઉંમર માટે વ્રત કરે છે. જો કોઈ મહિલાને સંતાન ન હોય અને તે જો આ દિવસે શ્રદ્ધા અને ભાવ ભક્તિ પૂર્વક ગાયની પૂજા કરે છે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે.
વાઘ બારસના દિવસે આદિવાસીઓ કરે છે વાઘની પૂજા
જંગલમાં રહેતા ગુજરાતના આદિવાસી આ દિવસે પોતાના જાનમાલ ની સલામતી માટે વાઘની દેવ માની ને પૂજા કરે છે અને ખીરનો પ્રસાદ ધરે છે. આદિવાસી લોકો પ્રકૃતિ પ્રેમી હોવાથી પશુ પક્ષી તેમજ ઝાડ-પાનની પૂજા કરીને પોતાની પરંપરા ને આગળ વધારે છે. આમ દિવાળી પર્વમાં વાઘ બારસ પર્વનું મહત્વ અનેરૂ છે.
આ પણ વાંચો – 29 કે 30 ઓક્ટોબર ક્યારે છે ધનતેરસ? જાણો મહત્વ અને શુભ મુહૂર્ત