મંગળવારે લખનૌ, અમૃતસર સહિત ઉત્તરાખંડ અને મદુરાઈના એરપોર્ટ પર થોડા સમય માટે ગભરાટનું વાતાવરણ હતું જ્યારે 22 ફ્લાઈટને એક પછી એક બોમ્બની ધમકી ( Bomb threats ) ઓ મળવા લાગી. આ તમામ ધમકીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક જ એકાઉન્ટથી આવી છે.
તપાસ એજન્સીઓ અનુસાર, આ એકાઉન્ટના બાયોમાં ‘રિયલ ટેરરિસ્ટ’ લખેલું છે. આ હેન્ડલ પરથી શિકાગો, લખનૌ અને અયોધ્યા સહિત 3 કલાકમાં 22 ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી. જેના કારણે સાવચેતીના પગલા તરીકે આ તમામ ફ્લાઈટ્સનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. લગભગ પાંચ કલાક સુધી તપાસની કામગીરી ચાલી હતી અને ગભરાટનું વાતાવરણ હતું.
સાયબર ક્રાઈમના પુરાવા મળ્યા
માહિતી અનુસાર, જે ફ્લાઈટ્સને બોમ્બની ધમકીઓ મળી હતી તેમાં 9I650 (અમૃતસરથી દેહરાદૂન), IX 884 (મદુરાઈ-સિંગાપોર), IGO98 (દમ્મામ-લખનૌ), SEJ116 (દરભંગા-મુંબઈ), AI 127 (ઈક્લુઈટ-શિકાગો અને Q137)નો સમાવેશ થાય છે. (બાગડોગરા-બેંગલુરુ) વગેરે. યુપી પોલીસના જણાવ્યા અનુસાર, સાયબર ક્રાઈમની ઘણી ટીમો આ મામલાની તપાસ કરી રહી છે, પ્રારંભિક તપાસમાં અનુમાન છે કે આ કોઈ તોફાની તત્વોનું કામ છે.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેસની પ્રાથમિક તપાસમાં કેટલાક પુરાવા મળ્યા છે, ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે. ધમકીભરી પોસ્ટ બાદ પ્લેનને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યું હતું. ઘણા વિમાનો ખાલી ઉભા હતા, તેથી પ્રોટોકોલ મુજબ ફરીથી તપાસ કરવામાં આવી. આ બધામાં મોટી સંખ્યામાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માહિતી મળ્યા બાદ સીઆઈએસએફ, ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસમાં કંઈ ન મળતાં રેસ્ક્યુ ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો – કોંગ્રેસ ઓમર અબ્દુલ્લા સરકારમાં નહીં જોડાય! જાણો તેનો રાજકીય અર્થ શું છે?