યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. દાંતાથી અંબાજી ( ST bus accident at Ambaji ) વચ્ચે થયેલા અકસ્માતમાં 4નાં મોત અને 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. 15 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર banaskantha ખસેડાયા છે.
અંબાજી દાંતા વચ્ચે ત્રિશૂલિયા ઘાટ પાસે હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઇ હતી. પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બચાવકાર્ય શરૂ કરી મુસાફરોને બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે.
પાલનપુર, દાતા, અંબાજી સહિતની એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી
અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર અકસ્માત સર્જાયો છે. બસમાં સવાર 25થી વધુ લોકોને ઇજા પહોંચી છે. પાલનપુર, દાતા, અંબાજી સહિતની એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી છે. અંબાજીથી દાંતા તરફ આવતી બસને અકસ્માત નડ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ ગામના માઇભક્તો દર્શન કરીને પરત જતા અકસ્માતનો ભોગ બન્યા હતા. ત્યારે મુસાફરોએ જણાવ્યું હતું કે, ડ્રાઇવરે નશો કર્યો હતો અને બેદરકારી રીતે બસ હંકારતો હતો.
વળાંકમાં ડ્રાઈવર કટ મારતો હતો અને અકસ્માત થયો
બસમાં સવાર કઠલાલ ગામના જીતુભાઈએ જણાવ્યું હતું કે, અમે અંબાજીથી સવારે આવી રહ્યા હતા ને અકસ્માત થયો હતો. વળાંકમાં ડ્રાઈવર કટ મારતો હતો અને અકસ્માત થયો, આમાં ડ્રાઈવરનો જ વાંક હતો. અમે 50થી 52 લોકો સવાર હતા.
અંબાજી PI આર.બી. ગોહિલે દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે, ખેડા-નડિયાદના દર્શનાર્થીઓ ગઈકાલે અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા અને આજે સવારે બસમાં બેસી પરત જઈ રહ્યા હતા. ત્યારે ત્રિશૂલિયા ઘાટ ઉતરતા હનુમાન મંદિર પાસે બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવી દેતા બસ રોડથી નીચે ઉતારી પલટી ખવડાવી દીધી હતી. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. સ્થાનિકોએ 108 અને પ્રાઈવેટ વાહનોમાં ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે
આ પણ વાંચો – બનાસકાંઠાના ધાનેરા પાસે કાર અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત, ત્રણ યુવકોના મોત