બનાસકાંઠા Banaskantha જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે, બનાસકાંઠા જિલ્લા નું વિભાજન ની ચર્ચાઓ સામાન્ય જનતામાં ચર્ચાઇ રહી છે તેમજ ટુંક સમયમાં વાવ વિધાનસભા Vav Vidhansabha ની સીટ માટે ચૂંટણી પણ જાહેર થઈ શકે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં રાજકીય વર્ચસ્વ બનાવવા રાજકીય નેતાઓ વચ્ચે હોડ જામી છે.
દિયોદર તાલુકા વિકાસ અધિકારી તરીકે એક વર્ષ કરતાં ઓછા સમય પહેલા નિમણૂક થયેલ તિરેનભાઈ પ્રવીણભાઈ લાડોલાની વાવ તાલુકા વિકાસ અધિકારી TDO તરીકે બદલી થવા પામી છે. સામાન્ય રીતે તાલુકા વિકાસ અધિકારી તરીકે જવાબદાર અધિકારી લાંબા સમય સુધી ફરજ બજાવતા હોય છે ત્યારે ખૂબ જ ઓછા સમયમાં તાલુકા વિકાસ અધિકારી તિરેનભાઈ પ્રવીણભાઈ લાડોલા ની બદલી ને લઇને દિયોદર તાલુકાના સરપંચો તથા સૌ સહકારી – રાજકીય આગેવાનોમાં વિચારમાં પડ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં સર્વોપરી નેતા બનવાની જામી હોડ
દિયોદર તાલુકા વિકાસ અધિકારી Diyodar ની બદલી બાબતે જવાબદાર પદાધિકારી, આગેવાનોનો કેટલાક લોકો એ સંપર્ક કરતા કહેવાય છે કે તાલુકાના જવાબદારોને વિશ્વાસ માં લીધા વિના રાજ્યના એક નેતા અને જિલ્લાના સર્વોપરી કહેવાતા આગેવાન દ્વારા થરાદ Tharad તાલુકાના કોઈ અન્ય જગ્યાએ તાલુકા વિકાસ અધિકારી તરીકે સેવા આપતા અધિકારી માટે દિયોદર Deodar તાલુકા વિકાસ અધિકારી ની જગ્યા ખાલી કરાઈ હોવાનું સંભળાય છે. જેને લઈ ને લોકો તરેહ..તરહ ની ચર્ચાઓ કરી રહ્યા છે.
બનાસકાંઠા જીલ્લા માં ભાજપ BJP ના બે ગૃપ વચ્ચે થઇ રહેલી વિવાદ ની ચરમસીમા, એકબીજા ને મહાત કરી જિલ્લાના સર્વોપરી નેતા બનાવાની હોડ જામી હોવાનું પ્રજાજનો માં ચર્ચાસ્પદ બનવા પામેલ છે.