બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું 15 દિવસમાં જાહેરનામું બહાર પડશે તેવી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે (Geniben Thakor)આગાહી કરી છે. 10 થી 15 દિવસમા વાવ વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની જાહેરાત થઈ શકે તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન કર્યું છે. ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં કરી હાકલ કરતા કહ્યું કે, આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી.
ગેનીબેને ભાભરની લોકનિકેતન છાત્રાલયમાં યોજાયેલી કોંગ્રેસના કાર્યકોરની બેઠકમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું કે, વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની 15 દિવસમાં જ જાહેરાત થઈ જશે. એટલે જેને પણ ટિકિટ મળે તેને જીતાડવાના છે. ગેનીબેને આ બેઠકમાં કહ્યું કે, બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો.
મતલબ કે વાવ બેઠકમાં કોંગ્રેસ મોવડી મંડળ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપે તેવી લાગણી ગેનીબેન ઠાકોર વ્યક્ત કરી રહ્યાં છે. જી હા…ગેનીબેને આડકતરી રીતે ગુલાબસિંહના નામનો સંકેત આપ્યો છે. તેમજ હું ચાલુ ધારાસભ્ય છું તેવું માનીને જ તમે ચૂંટણી જીડાતજો. તેમજ ઠાકોર સમાજનું અને સર્વ સમાજનું સ્વાગત કરવામાં પાટણે જે કચાશ રાખી છે તેવું ન થાય તે જોજો.