શેરએ કર્યો ટેકઓફ: સંરક્ષણ કંપનીઓના શેર માટે શુક્રવારનો દિવસ શાનદાર રહ્યો છે. આ સમયગાળા દરમિયાન મોટી કંપનીઓના શેરના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. પારસ ડિફેન્સ હોય કે મઝગાંવ, ભાવમાં વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, લાંબા સમયથી ડિફેન્સ કંપનીઓના શેરની ગતિ ધીમી હતી.
1- પારસ ડિફેન્સના શેર
બીએસઈમાં આજે કંપનીના શેર રૂ.1055ના સ્તરે ખૂલ્યા હતા. કંપનીનો શેર 6 ટકાથી વધુ વધીને રૂ. 1122.05ની ઇન્ટ્રા-ડે હાઇએ પહોંચ્યો હતો. છેલ્લા 3 મહિનામાં કંપનીના શેરના ભાવમાં 21 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે, આ પછી પણ એક વર્ષથી શેર હોલ્ડિંગ કરનારા રોકાણકારોએ હજુ પણ 51 ટકાનો નફો કર્યો છે.
2- હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ
આ ડિફેન્સ કંપનીના શેર ગઈ કાલે બીએસઈમાં 4233.35 પર ખૂલ્યા હતા. શુક્રવારે કંપનીના શેરના ભાવમાં 3 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આ સંરક્ષણ સ્ટોક છેલ્લા 3 મહિનામાં 18 ટકા ઘટ્યો હતો.
3- કોચીન શિપયાર્ડ
ગઈકાલે આ ડિફેન્સ કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી હતી. જે બાદ BSEમાં કંપનીના શેરની કિંમત 1846.55 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી. કંપનીના શેરની કિંમત 3 મહિનામાં 17 ટકા ઘટી છે.
4- મઝગાંવ ડોક
શુક્રવારે આ ડિફેન્સ કંપનીના શેરના ભાવમાં 8 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જે બાદ કંપનીના શેરની કિંમત 4420.15 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી. છેલ્લા 3 મહિનામાં આ કંપનીએ માત્ર 8 ટકા રિટર્ન આપ્યું છે.
5- ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ
શુક્રવારે આ ડિફેન્સ કંપનીના શેરનો ભાવ 2 ટકાથી વધુ વધવામાં સફળ રહ્યો હતો. જે બાદ BSEમાં કંપનીના શેરની કિંમત 279 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી. તમને જણાવી દઈએ કે, છેલ્લા 3 મહિનામાં આ ડિફેન્સ સ્ટોકની કિંમતમાં 11 ટકાનો ઘટાડો થયો છે.