મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, એર ઈન્ડિયા સહિત ઘણી મોટી એરલાઈન્સે આ પ્રદેશમાં તેમની ફ્લાઈટ્સ સ્થગિત ( Flights Cancelled ) કરી દીધી છે. ઘણી મોટી એરલાઈન્સે મુસાફરો, ક્રૂ અને એરક્રાફ્ટની સુરક્ષાની ચિંતાને કારણે તેમની સેવાઓને રોકી છે અથવા અસ્થાયી રૂપે સ્થગિત કરી છે. આવી સ્થિતિમાં મિડલ ઈસ્ટ ( Middle East ) જવાની યોજના બનાવી રહેલા પ્રવાસીઓએ તેમના પ્લાનિંગમાં ફેરફાર કરવો પડી શકે છે.
એર ઈન્ડિયા, એર ફ્રાન્સ-કેએલએમ, લુફ્થાન્સા, કેથે પેસિફિક અને ડેલ્ટા એરલાઈન્સ સહિતની કેટલીક એરલાઈન્સે સુરક્ષાની ચિંતાઓને કારણે તેલ અવીવ, બેરુત અને અન્ય સ્થળોની સેવાઓ અટકાવી દીધી છે.
આ એરલાઈન્સે સેવાઓ બંધ કરી દીધી છે
- એર ઇન્ડિયા: ભારતીય એરલાઇન કંપનીએ આગલી સૂચના સુધી તેલ અવીવની તમામ ફ્લાઇટ્સ રદ કરી છે.
- એર અલ્જેરી: અલ્જેરિયન એરલાઈને લેબનોન માટે તેની ફ્લાઈટ્સ આગળની સૂચના સુધી રદ કરી દીધી છે.
- એર ફ્રાન્સ: કેએલએમ: એર ફ્રાન્સે 19 સપ્ટેમ્બર સુધી બેરૂત અને તેલ અવીવની સેવાઓ રદ કરી. જો કે, આજે પણ સેવાઓ સુચારૂ રીતે કામ કરતી જણાતી નથી. KLM એ 26 ઓક્ટોબર સુધી તેલ અવીવની તમામ ફ્લાઇટ્સ અને બેરૂત અને અન્ય સ્થળોની સેવાઓ 31 માર્ચ, 2025 સુધી સ્થગિત કરી દીધી છે.
- કેથે પેસિફિક: હોંગકોંગ સ્થિત એરલાઈને માર્ચ 2025 સુધી તેલ અવીવની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે.
- ડેલ્ટા એરલાઇન્સ: યુએસ કેરિયરે 31 ડિસેમ્બર, 2024 સુધી ન્યૂયોર્ક અને તેલ અવીવ વચ્ચેની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે.
- લુફ્થાંસા ગ્રૂપ: જર્મન એરલાઇન્સે 19 સપ્ટેમ્બર સુધી તેલ અવીવ અને તેહરાન માટે તમામ સેવાઓ અટકાવી દીધી છે, જ્યારે બેરૂતની સેવાઓ 30 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે.
આ પણ વાંચો – સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક! અમેરિકન કંપનીના વીડિયો અપલોડ થયા