બનાસકાંઠા banaskantha જિલ્લાના નવીન અસ્તિત્વમાં આવેલ લાખણી મહાત્મા ગાંધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની પ્રથમ ચૂંટણી તારીખ ૧૭ સપ્ટેમ્બરના રોજ યોજાઇ હતી. જેની મત ગણતરી આજ રોજ લાખણી ખાતે યોજાઇ.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લાખણીની સામાન્ય ચૂંટણીમાં વેપારી વિભાગના ભાજપ પ્રેરિત પેનલના ચાર ઉમેદવારોનો વિજય થયો જ્યારે ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલ ના 8 અને પરિવર્તન પેનલ ના 2 ઉમેદવારની જીત થઈ.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લાખણી અસ્તિત્વમાં આવ્યા બાદ લાખણી માર્કેટયાર્ડની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ જેમાં રસાકસી ભર્યો માહોલ રહ્યો. ત્યારે આજ રોજ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી હતી.
આજ રોજ વહેલી સવારે 9 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેડૂત વિભાગના મતો ગણવા માટે ચાર ટેબલ પર 10 રાઉન્ડ માં ગણવામાં આવ્યા હતા, જ્યારે વેપારી વિભાગમાં 25 મતો હોવા થી એકજ રાઉન્ડમાં પરિણામ બહાર આવી ગયું હતું, મત ગણતરી સ્થળે સવારથી જ ઉમેદવારો સાથે માર્કેટયાર્ડ બહાર સમર્થકોનો પણ ઘસારો જોવા મળી રહ્યો હતો લાખણી મહાત્મા ગાંધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની પ્રથમ ચૂંટણીમાં
ભાજપ પ્રેરિત પેનલ માં વિજય થયેલા ઉમેદવાર નીચે મુજબ છે.
વેપાર વિભાગ
1) પટેલ મદરૂભાઈ હંસાજી.
2) પટેલ મદરૂભાઈ ઉકાજી .
3) પટેલ હરિભાઈ કાળાભાઈ.
4) માળી ત્રિકમાજી નવાજી.
જ્યારે ભાજપ પ્રેરિત ખેડૂત વિભાગ ના નીચે મુજબ ના ઉમેદવારો વિજેતા થયા છે
1) પરમાર નારણભાઈ નાગજીભાઈ મળેલ મત 1409
2) ચરમટા લીલાભાઈ દાનાભાઈ મળેલ મત 1209
3) ચેલાણા સંજયભાઈ મોતીભાઈ મળેલ મત 1168
4) રબારી પાંચાભાઈ માધાભાઈ મળેલ મત 1108
5) દેસાઈ દેવજીભાઈ નાથુભાઈ મળેલ મત 1036
6) રબારી પનાભાઈ કાળજી મળેલ મત 1002
7) પટેલ નાનજીભાઈ તેજાભાઈ મળેલ મત 903
8) પટેલ દલાભાઈ પુનમાજી મળેલ મત 887
જ્યારે પરિવર્તન પેનલ ના ખેડૂત વિભાગ ના વિજેતા ઉમેદવારો નીચે મુજબ છે
1) માલાભાઈ નારણભાઈ રબારી મળેલ મત 926
2) ધેંગાભાઈ કરશનભાઈ રબારી મળેલ મત 908
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લાખણીની સામાન્ય ચૂંટણીમાં દિવસ ભર પરણામ ના રાહ જોયા બાદ પરિણામ આવતા વિજેતા થયેલ ઉમેદવારોને સમર્થકોએ ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા
જોકે આ ચૂંટણી માં ભાજપ ના 2 જુના જોગીઓ
1) ટી. પી. રાજપૂત,
2) નાનજીભાઈ મોટાજી પટેલ ની હાર થઈ છે.