લીટીગેશન/ પ્રી-લીટીગેશનનાં મળી, કુલ ૧૧૩૨૦ કેસોનો નિકાલ થયો
કુલ રૂા. ૨૪,૫૮,૪૪,૦૮૦ (અંકે રૂપિયા ચોવીસ કરોડ અઠ્ઠાવન લાખ ચુંમાળીસ હજાર એંસી પુરા) નું વળતર ચૂકવવાનો હુકમ
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરની કચેરી દ્વારા તારીખ : ૧૪/૦૯/ ૨૦૨૪ નાં રોજ તમામ પ્રકારનાં દીવાની તથા ફોજદારી કેસો માટેની લોક અદાલત યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં રહેતા તમામ પક્ષકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.
આ લોક અદાલતમાં માનનીય મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરનાં સઘન પ્રયત્નોથી સમગ્ર જિલ્લામાં પ્રી-લીટીગેશનનાં ટ્રાફીક ચલણનાં કુલ : ૩૮૭૫ કેસો મળી, ૬૮૪૧ કેસો સેટલ થયેલ, જેમાં કુલ રૂપીયા ૨,૫૧,૬૧,૫૪૧.૫૩ (અંકે રુપિયા બે કરોડ એકાવન લાખ એકસઠ હજાર પાંચસો એકતાળીસ અને ત્રેપન પૈસા પૂરા) નું સેટલમેન્ટ થયેલ. જે પૈકી બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલુ કેસો સાથે કુલ ૪૯૯૧ કેસોનો નિકાલ થયેલ, જેમાં કુલ રુા. ૧૮,૦૮,૯૩,૫૩૮ (અંક અઢાર કરોડ આઠ લાખ ત્રાણું હજાર પાંચસો આડત્રીસ રુપિયા)નું સેટલમેન્ટ થયેલ, જ્યારે મોટર અકસ્માત વળતરનાં કુલ ૬૦ કેસોમાં સમાધાન થતાં, કુલ રુ.૩,૯૭,૮૯,૦૦૦/- (અંકે રુપિયા ત્રણ કરોડ સત્તાણું લાખ નેવ્યાંસી હજાર પૂરા)નું વળતર ચૂકવવાનો હુકમ થયેલ છે.
આમ બનાસકાંઠા જિલ્લાની અદાલતોમાં ચાલતા કેસો પૈકી લીટીગેશન તેમજ પ્રી-લીટીગેશનનાં મળી, કુલ ૧૧૩૨૦ કેસોનો નિકાલ થયેલ, જેમાં કુલ રૂા. ૨૪,૫૮,૪૪,૦૮૦ (અંકે રૂપિયા ચોવીસ કરોડ અઠ્ઠાવન લાખ ચુંમાળીસ હજાર એંસી પુરા) નું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવેલ છે.
બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા તમામ ન્યાયાધીશ સાહેબશ્રીઓ, વકીલશ્રીઓ, બેંક/ઈન્શ્યોરન્સ કંપનીનાં અધિકારીશ્રીઓ, કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ કેસોનાં પક્ષકારોનાં તેમજ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પદાધિકારી અને કર્મચારીઓના સાથ સહકારથી સદરહું રાષ્ટ્રીય લોક અદાલત ખૂબ જ સફળ રહી હતી.