ગુજરાતના બનાસકાંઠામાં નવા અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે ( Ambaji Bhadarvi Poonam Melo 2024 ) યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. ત્યારે આજથી અંબાજીમાં ભાદરવી પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આ ભવ્ય મેળામાં અંદાજે 30 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હશે.
મા અંબેના ભક્તોની સુવિધાઓમાં કરાયો વધારો ?
અંબાજી ( Ambaji Temple in Gujarat ) પગપાળા યાત્રાળુઓ માટે આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે. દાંતાથી અંબાજી આવતા પાન્છા ખોડીયાર-બ્રહ્માની માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યામાં, હડાદથી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં, જૂની કોલેજ ખાતે આવેલ ખુલ્લી જગ્યામાં, માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યામાં ડોમ યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની સુવિધા, અન્ય એક મલ્ટી પર્પઝ ડોમની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો, સમાન મુકવાની વ્યવસ્થા વગેરે કરવામાં આવી છે.
દર્શન વ્યવસ્થા
- બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલીંગ.
- યાત્રાળુઓની લાઈનમાં પીવાના પાણીની વ્યવસ્થા.
- બહાર નિકળવાના માર્ગ : શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાજા, હવનશાળાની બાજુનો ગેટ 7 A, ભૈરવજી મંદિર તરફનો ગેટ નં.- 8.
- ગેટ દ્વાર નં-7થી અંબાજી ગ્રામજનો, ફરજ ઉપરનો સ્ટાફ તથા પાસ ઈશ્યૂ કરેલ વ્યક્તિઓને પ્રવેશ.
- ભૈરવજી ગેટ ધ્વાર નં.-9થી પાવડી પૂજાના બ્રાહ્મણો તથા સ્ટાફ પ્રવેશ.
- દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલચેરવાળા, સીનીયર સીટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લેવાની વ્યવસ્થા.
- દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન, ઈ-રીક્ષાની વિશેષ સુવિધા.
- ઈમરજન્સી એકઝીટ માટે માન સરોવર ગેટ નં.6 અને વી.વી.આઈ.પી. ગેટ નં.5.
પ્રસાદ કેન્દ્રોના લોકેશન
- મુખ્ય પ્રસાદ કેન્દ્ર (મંદિર સંકુલ) એચ.ડી.એફ.સી બેંક – 4
- ગણપતિ મંદિર (મંદિર સંકુલ)-2
- હવનશાળા આગળ (મંદિર સંકુલ)- 2
- છ નંબર ગેટ પાસે (મંદિર સંકુલ). 1
- ગબ્બર તળેટી (મંદિર સંકુલ)- 1
- હવનશાળા આગળ યુનિયન બેંક-1
- હવનશાળા આગળ બેંક ઓફ બરોડા – 1
- શક્તિદ્વાર પાર્કિંગ – એચ.ડી.એફ.સી બેંક – 1
- ચીકકી પ્રસાદ (મંદિર સંકુલ) – 1
મેળામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
મેળામાં આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં લઈને અંબાજી ( Ambaji Temple ) પોલીસે ચુસ્ત બંદોબસ્ત કર્યો છે તથા CCTV દ્વારા પણ નજર રાખવામાં આવશે. મહામેળામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે, જેમાં 56 PI, 20 DYSP, 75 PI બંદોબસ્તમાં તૈનાત રહેશે, તો 2500 GRD જવાન, 2500થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. જેમાં 25 જેટલી SHE ટીમનો પણ સમાવેશ થાય છે. મેળામાં 350થી વધુ CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે.
ઉત્તમ કક્ષાની સફાઈ વ્યવસ્થા
અંબાજી ( Bhadarvi Poonam 2024 ) યાત્રાધામ ખાતે કુલ 1,07,874 ચોરસ મીટર વિસ્તારમાં ઉત્તમ કક્ષાની સ્વચ્છતા/સફાઈની કામગીરી કરવામાં આવી છે. માત્ર જ મંદિર નહી, પરંતુ મંદિરની આજુબાજુના વિસ્તાર, ગબ્બર, ૫૧ શકિતપીઠ તથા યાત્રાળુઓ/શ્રદ્ધાળુઓનો વધારે ધસારો ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, ચાલુ વર્ષ-૨૦૨૪માં ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન ખુબ જ મોટા પ્રમાણમાં સંઘો/યાત્રિકો આવનાર હોઈ યાત્રાધામ અંબાજી ખાતે કાયમી ધોરણે ચાલતી સ્વચ્છતાની કામગીરી ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા, મહેસાણા-પાલનપુર વગેરે નગરપાલિકાઓ પાસેથી પણ સ્વચ્છતા માટે આધુનિક ટેકનીક મશીનરી દ્વારા કામગીરી કરવામાં આવે છે યાત્રાધામ બોર્ડ દ્વારા વધારાના સફાઈકર્મીઓની ફાળવણીની બાબત આયોજન હેઠળ છે.
અંબાજી પગપાળા ચાલતા જતા યાત્રાળુઓ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ
વોટરપ્રૂફ ડોમ, મેઈન સ્ટેજ, બેઠક વ્યવસ્થા, ગ્રીન રૂમ, એન્ટ્રી ગેટ, વેલકમ પિલર, સાઈનેઝીસ, હોર્ડિંગ, બાઉન્ડ્રીવોલ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રીફીકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો, એલ.ઈ.ડી.સ્કીન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમ સાંસ્કૃતિક વિભાગ દ્વારા તા. ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ત્રણ દિવસ માટે સાંજે ૭.૦૦ વાગ્યાથી કરવામાં આવશે.
યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા
યાત્રિકો માટે અંબાજી ( Free Food Arrangements ) ખાતે ભાદરવી પુનમ મહામેળા-૨૦૨૪ અંતર્ગત યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા દિવાળી બા ભવન અને ગબ્બર સર્કલ પાસે ભોજન વ્યવસ્થા માટે વોટરપ્રુફ ડોમ તેમજ અન્ય ઇન્ફ્રાસ્કચરને લગતી કામગીરી કરવામાં આવે છે. જેમાં વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા ટેમ્પલ ટ્રસ્ટ તેમજ અન્ય દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવી છે. મેળા દરમ્યાન યાત્રાળુઓની સલામતિની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવશે. વાહનો લઈને આવનાર યાત્રાળુઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. ચોરીના બનાવો અટકાવવા માટે એક સમાન લાઇટિંગ (40-50 LUX), વધારાના CCTV કૅમેરા, યોગ્ય PA સિસ્ટમ અને પોલીસ માટે બેઠક વ્યવસ્થા માટે પગોડા સાથે વ્યાપક બે લાખ ચોરસ મીટર વિસ્તારને આવરી લઈ પાર્કિંગ વિસ્તારને વધારવામાં આવેલ છે.
આ પણ વાંચો – અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે રોકેટની ઝડપે બુલેટ ટ્રેન, સ્પીડ જોઈને નાખી જશો મોઢામાં આંગળા