Ganesh Chaturthi 2024 : ગણેશ ચતુર્થી તહેવાર ભાદરવી ચોથ તિથિ પર ઉજવાય છે. અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન સાથે આ 10 દિવસના ગણેશોત્સવ સમાપ્ત થાય છે. ગણેશોત્સવ સમગ્ર દેશભરમાં ભક્તિ ભાવ સાથે ઉજવાય છે. ગણેશ ચતુર્થી પર ભક્તો તેમના ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે. 10 દિવસ પૂજા અર્ચના કરે છે અને ભાદરવી ચૌદસ તિથિ પર પવિત્ર જળમાં મૂર્તિનું વિસર્જન કરવામાં છે. ગણેશજીની પૂજા કરવાથી તમામ વિધ્નો દૂર થાય છે અને સુખ- સંપત્તિ પ્રાપ્ત છે. ગણેશોત્સવના આ 10 દિવસ દરમિયાન તમારી રાશી અનુસાર ક્યા મંત્રનો જપ કરવો જોઇએ અને શેનો પ્રસાદમાં અર્પણ કરવાથી ગણેશજી ખુશ થશે ચાલો જાણીયે
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની પૂજા દરમિયાન રાશિના જાતકોએ ઓમ વક્રતુંડાય હું મંત્રનો જાપ કરવો જોઈએ. આ સાથે ગણેશજીને પ્રસાદમાં ગોળ કે લાલ રંગની મીઠાઈ ધરવી જોઈએ. તેમજ લાલ વસ્ત્ર ધારણ કરીને પૂજા કરવી જોઈએ.
વૃષભ રાશિ
આ રાશિના જાતકો માટે આ વખતની ગણેશ ચતુર્થી ખૂબ જ ખાસ રહેશે. વેપાર કરી રહેલા લોકોને લાભ થઈ રહ્યો છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે એકદમ અનુકૂળ સમય છે, બાપ્પાના આશીર્વાદ મળશે. જે પણ કામ હાથમાં લેશો એમાં સફળતા મળી રહી છે. અટકી પડેલા કામ પૂરાં થઈ રહ્યા છે.
મિથુન રાશિ
ગણેશજીની પૂજા કરતી વખતે આ રાશિના લોકોએ ઓમ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરવો. લીલા રંગના મોદક અથવા મીઠાઈનો ભોગ ધરાવવો જોઇએ. તેમજ મિથુન રાશિના લોકોએ પૂજા કરતી વખતે લીલા રંગના કપડા પહેરવા જોઈએ.
કર્ક રાશિ
રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી નીવડશે. એક કરતાં વધુ સ્રોતમાંથી આવક થતાં તમારી ખુશીઓનો પાર નહીં રહે. આકસ્મિક ધનલાભ થશે. વેપારમાં એક પછી એક સફળતાઓ મળશે. સમાજમાં આ રાશિના જાતકોના માન સન્માનમાં વૃદ્ધિ થશે.
સિંહ રાશિ
ભગવાન ગણેશની પૂજા કરતી વખતે આ રાશિના લોકોએ ઓમ સુમંગલયે નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે જ તેમણે પીળા કે નારંગી રંગના કપડા પહેરવા જોઈએ. બાપ્પાની પ્રસાદમાં મોતીચૂરના લાડુને ચઢાવવા જોઈએ.
કન્યા રાશિ
કનાયા રાશિના જાતકો પર પણ ગણેશ ચતુર્થી પર બની રહેલા દુર્લભ યોગને કારણે ફાયદો થશે. ભાગ્યનો પૂરેપૂરો લાભ રહ્યો છે. કામના સ્થળે કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેમાંથી મુક્તિ મળી રહી છે. રોકાણ માટે બેસ્ટ સમય છે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો ગણેશજીની પૂજા દરમિયાન સફેદ રંગના કપડા પહેરવા જોઈએ. તેમણે પૂજા કરતી વખતે તમારે ઓમ વક્રતુંડાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ ભગવાન ગણેશજીને 5 નારિયેળ અર્પણ કરવા જોઈએ.
વૃશ્ચિક રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગણેશજીની પૂજા દરમિયાન આ રાશિના લોકોએ ઓમ નમો ભગવતે ગજાનનાય મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે જ ભગવાને લાલ રંગની મીઠાઈ પણ ચઢાવવી જોઈએ. તેમણે લાલ વસ્ત્ર ધારણ કરી પૂજા કરવી જોઈએ.
ધન રાશિ
ધન રાશિના લોકોએ લીલા રંગના વસ્ત્ર પહેરીને બાપ્પાની પૂજા કરવી જોઈએ. તેમજ ચણાના લોટના લાડુનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ.
મકર રાશિ
ગણેશ ચતુર્થી પર બાપ્પાની પૂજા કરતી વખતે તમારે વાદળી રંગના વસ્ત્ર પહેરવા જોઈએ. સાથે જ પૂજા સમયે ઓમ ગણ મુત્ક્યે ફટ્ મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ ગણેશને લાલ ફૂલો અર્પણ કરવાં જોઈએ
કુંભ રાશિ
દૂર ક્યાંકથી સારા સમાચાર મળશે. તમારી નજીકના લોકો સાથે મતભેદો વધવા ન દો. બિનજરૂરી શંકા ન કરો. એકવાર તમે નિર્ણય લઈ લો, પછી તેમાંથી પાછળ ન હટો. વેપારમાં લાભ થવાની સંભાવના છે
આ પણ વાંચો – Ganesh Chaturthi 2024 : વિઘ્નહર્તાની કરો આ શુભ મુહૂર્તમાં સ્થાપના, જાણો યોગ્ય સમય અને નિયમો