પર્યુષણ પર્વ નિમિત્તે પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાસ્તવમાં પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે. બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશિયલની ટ્રિપ્સ લંબાવવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને સમાવવા માટે બાંદ્રા ટર્મિનસ અને પાલીતાણા વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. આ સાથે જ બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટ્રિપ્સ હાલના દિવસો, સમય, સ્ટોપેજ વગેરે સાથે લંબાવવામાં આવી છે.
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 09122/09121 પાલીતાણા – બાંદ્રા એક્સપ્રેસ – પાલિતાણા
પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય
ટ્રેન નંબર 09122 પાલીતાણા-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ વિશેષ ટ્રેન 08 સપ્ટેમ્બર, 2024 (રવિવાર)ના રોજ પાલિતાણાથી 21.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
ટ્રેન નંબર 09121 બાંદ્રા ટર્મિનસ – પાલિતાણા એક્સપ્રેસ સ્પેશિયલ 06 સપ્ટેમ્બર, 2024 (શુક્રવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 14.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.00 કલાકે પાલીતાણા પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં સિહોર જંકશન (ગુજરાત), સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર અને સ્લીપર ક્લાસ કોચ હશે.