Shravan Month Last Somwar : દેવાધી દેવ એવા મહાદેવને અતિપ્રિય શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે. ત્યારે શ્રાવણ માસમાં શિવજીની પૂજા અર્ચના અને આરાધનાની મહિમા રહેલી છે. જેને લઇ આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયો હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યા છે. શિવાલયો ભક્તોના ઘોડાપુર થી ઉભરાઈ રહ્યા છે. આ સાથે મંદિરોમાં પણ શિવલિંગને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયોમાં ભક્તોની વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી હતી. ભોળાનાથ ભોળા છે માટે જ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે. શ્રાવણના છેલ્લા સોમવારને લઈ કાશી વિશ્વનાથ મંદિર અને વડોદરાના રક્ષક નવનાથના મંદિરોમાં સવારથી જ ભક્તો દર્શનાર્થે અને પુજન, અર્ચન, જળાભિષેક અને દુગ્ધાભિષેક, બીલીપત્ર, ચોખા, તલ અને પંચામૃતના અભિષેક માટે શિવભકતોની શિવાલયોમાં કતારો જોવા મળી રહી છે.
મહાદેવ મંદિર ભક્તો દર્શનાર્થે ઉમટ્યા
ગુજરાતમાં શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે રાજકોટ ખાતે સર્વેશ્વર મહાદેવ મંદિરમાં આરતી કરવામાં આવી હતી. છેલ્લા સોમવારને કારણે શિવાલયોમાં ભગવાનનાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી હતી.
જય ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આરતી યોજાઈ
સુરતમાં પણ શ્રાવણ મહિનાનાં છેલ્લા દિવસે જય ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આરતી કરવામાં આવી હતી. શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારને લઈ ભક્તોનાં દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.
મહાદેવનાં મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી
આજે શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે મહારાષ્ટ્રનાં શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે બાબુલનાથ મંદિરમાં ભક્તો પ્રાર્થનાં કરે છે.
આ પણ વાંચો – Pitru Paksha 2024: આ કાર્યથી પિતૃઓ થશે તૃપ્ત, જાણો શ્રાદ્ધનું મહત્વ અને અન્ય કેટલીક ખાસ વાતો