Toyota Fortuner : તહેવારોની સિઝનને કારણે આગામી કેટલાક મહિનામાં ઘણી નવી કાર લોન્ચ થવાની આશા છે. તાજેતરમાં, ટોયોટાએ માંગને પહોંચી વળવા કર્ણાટકના બિદાદીમાં તેની ઉત્પાદન સુવિધાનો વિસ્તાર કર્યો છે. ટૂંક સમયમાં કંપની ટોયોટા ફોર્ચ્યુનર માઈલ્ડ હાઈબ્રિડનું પાવરફુલ વર્ઝન પણ લોન્ચ કરી શકે છે.
ટોયોટાએ આ વર્ષની શરૂઆતમાં ફોર્ચ્યુનર માઈલ્ડ-હાઈબ્રિડ મોડલ ઈન્ટરનેશનલ માર્કેટમાં લોન્ચ કર્યું હતું. આ નવી 48V સિસ્ટમ 2.8-લિટર ડીઝલ એન્જિન સાથે આવે છે. ડીઝલ એન્જિનમાં કરાયેલા ફેરફારોને કારણે તેનો પાવર 201 Bhp થી વધીને 217 Bhp અને 550 Nm થશે.
નવા ફોર્ચ્યુનર વર્ષના અંત પહેલા લોન્ચ થઈ શકે છે
Toyotaએ ભારતીય બજારમાં નવી Fortuner MHEVના લોન્ચ વિશે કોઈ માહિતી આપી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોર્ડ એન્ડેવરને આ વર્ષના અંત પહેલા દેશમાં ફરીથી લોન્ચ કરવામાં આવી શકે છે, તેથી ટોયોટા આ SUVને 2024ના અંત અથવા 2025ની શરૂઆતમાં રજૂ કરી શકે છે. કિંમત વિશે વાત કરીએ તો, ટોયોટા ફોર્ચ્યુનર માઈલ્ડ હાઈબ્રિડની કિંમત મુંબઈમાં 40 લાખ રૂપિયાથી શરૂ થઈને 53 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.
નવી Toyota Fortuner MHEVને સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં લોન્ચ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં રજૂ કરવામાં આવી હતી. આ નવા મોડલની એક્સટર્નલ ડિઝાઈનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ટોયોટાની આ એસયુવીમાં આ ફીચર્સ જોવા મળશે
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટોયોટા આ SUVની ડિઝાઇનને ફ્રેશ કરવા માટે કેટલાક કોસ્મેટિક ફેરફારો કરી શકે છે. અંદરની વાત કરીએ તો, તેમાં 360-ડિગ્રી કેમેરા, મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વેન્ટિલેટેડ સીટો અને ADAS જેવી નવી ટેક્નોલોજીનો પણ સમાવેશ થઈ શકે છે.
એકંદરે, નવી Toyota Fortuner MHEV ભારતીય બજારમાં અપડેટેડ પાવરફુલ SUV તરીકે આવવા જઈ રહી છે. નવી સુવિધાઓ અને સંભવિત ડિઝાઇન અપડેટ્સ સાથે, આ SUV માત્ર પ્રદર્શનની દ્રષ્ટિએ જ નહીં પરંતુ ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ મજબૂત સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો – Auto News : હવે પેટ્રોલને બાય-બાય કહો! બજાજ CNG બાદ હવે તેની પહેલી ઇથેનોલ બાઇક લાવવા જઇ રહી છે.