ડીસા ખાતે નિવાસી અધિક કલેક્ટર સી.પી.પટેલની અધ્યક્ષતામાં ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું
Banaskantha News : બનાસકાંઠા જિલ્લા કક્ષાના ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી Shankarbhai Chaudhary, Speaker of the Legislative Assembly ની અધ્યક્ષતામાં ડીસા Deesa ખાતે યોજાનાર છે. જે અંતર્ગત આજે ડીસા ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.પી.પટેલની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું.
દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૮ મા સ્વતંત્રતા પર્વ 78th Independence Day ની હર્ષભેર ઉજવણી થનાર છે. બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી ટી.સી. ડી ગ્રાઉન્ડ ડીસા Deesa ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી Shankarbhai Chaudhary ની ગરીમામય ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ અવસરે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપશે.
દેશના ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે સમગ્ર કાર્યક્રમનું નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.પી.પટેલના માર્ગદર્શન હેઠળ રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.પી.પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. અને તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિરીક્ષણ કર્યું હતું. ૧૫ મી ઓગષ્ટ 15th August ની ઉજવણી વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થનાર હોય જિલ્લા વહીવટીતંત્ર Banaskantha દ્વારા ડીસા ના નાગરિકોને ભાવભર્યું નિમંત્રણ છે.
આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસ દળના જવાનો, જી.આર.ડી, હોમ ગાર્ડસના જવાનો, શાળાના બાળકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.