Tiranga Yatra 2024
Tiranga Yatra: સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના જ દિવસો બાકી છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 50 લાખથી વધુ તિરંગાઓનું વિતરણ કરવામાં આવશે. આજે રાજકોટમાં ગુજરાતના કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય નેતાઓએ ત્રિરંગા ધ્વજને પ્રસ્થાન કરાવ્યો હતો. આ યાત્રામાં જોડાતા પહેલા તેમણે રાજકોટમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાજકોટના બહુમાળી ભવન ચોકથી જ્યુબેલી ગાર્ડન સુધીની તિરંગા યાત્રા યોજાઈ છે. આ તિરંગા યાત્રા આશરે 1.5 કિલોમીટર લાંબી યોજાઈ છે. CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓ તિરંગા યાત્રામાં જોડાયા છે. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એઇમ્સની મુલાકાત લેશે. જો કે મુલાકાત બાદ તેઓ એઇમ્સની કામગીરી અંગે સમિક્ષા કરે તેવી શક્યતાઓ છે.
તિરંગા યાત્રામાં જેપી નડ્ડાના આકરા પ્રહાર
જે પી નડ્ડાએ પરિવારવાદના નામે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના લોકોને એક જ પરિવારનું બલિદાન દેખાઇ છે. આ દેશ સરદારે આપેલુ બલિદાન ક્યારેય નહીં ભૂલે. કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવા કોઇ કોંગ્રેસનો નેતા આવ્યા નથી. આ ઉપરાંત જેપી નડ્ડાએ પ્રહાર કરતા કહ્યું કે આ લોકો નકલી દેશભક્ત છે,રાજનિતી માટે સમાજમાં ભાગલા કરાવે છે. આ લોકોને દેશની જનતા અરિસો બતાવશે. સરદાર પટેલે રજવાડાઓને જોડીને મેરા ભારત મહાન બનાવ્યું છે. નરેન્દ્ર મોદીએ ભારતને વિકસિત ભારત બનાવવામાં મોટુ યોગદાન આપ્યુ છે.
રાજકોટમાં ભાજપની તિરંગા યાત્રા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ રાજકોટ આવી પહોંચ્યા હતા.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વજુભાઈ વાળા, પૂર્વ સીએમ વિજય રૂપાણી, સાંસદ રામભાઈ મોકરીયા, પરશોત્તમ રૂપાલા, મોહન કુંડારીયા, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા સહિત કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં બીજેપી કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા હતા.
તિરંગા યાત્રા પૂર્વે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ
તિરંગા યાત્રા પૂર્વે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ભુપેન્દ્ર પટેલ, જે.પી.નડ્ડા સહિતનાઓએ સરદાર વલ્લભ ભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યો હતો. બહુમાળી ચોક ખાતેથી યાત્રા શરૂ થઈ રેશકોર્ષ રીંગરોડ થઈ મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે. તિરંગા યાત્રાને લઈ રૂટ પર દેશભક્તિનો માહોલ છવાયો જોવા મળ્યો હતો
Gujarat News : સરકારી પૈસે યુએસ એશ! વર્ષોથી બેઠા છે મહિલા ટીચર અમેરિકા, વગર કામ મળે છે દામ