Sabarkantha News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel ) ઈડર સ્થિત બાળ ગોપાળ બચત બેંકની (Bal Gopal Savings Bank) મુલાકાત લીધી હતી તેમજ બાળકોમાં સંસ્કારનું સિંચન તેમજ પૈસાની બચત કેળવાય તે માટેના આ પ્રયાસની સરહના કરી હતી.
બાળ ગોપાળ બચત બેંક દ્વારા બાળક દીઠ એક રૂપિયો એમ ₹21,000ની રકમ કન્યા કેળવણી નિધિ માટે મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવી હતી તેમજ બાળ સભાસદોને एक_पेड़_मां_के_नाम અભિયાન અંતર્ગત કુલ 21 હજાર છોડવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રી સમક્ષ બાળ સભાસદોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇડર તાલુકામાં આવેલી દેશની પ્રથમ બાળ ગોપાળ બચત બેંક બાળ સભાસદો દ્વારા ચાલે છે, જેમાં 21 હજાર બાળકો થકી ₹22 કરોડની બચત કરાઇ છે.
આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ( Bhupendra Patel ) સાબરકાંઠા (Sabarkantha) ની તેમની મુલાકાત દરમિયાન શ્રી ઈડર પાંજરાપોળ સંસ્થા Idar Panjarapole ની મુલાકાત લઈ સંસ્થા સંચાલિત પશુ દવાખાનાનું નિરિક્ષણ કર્યું હતું તેમજ જીવદાયાના હેતુથી થઈ રહેલ આ સેવાકાર્યની પ્રસંશા કરી હતી.
તેમણે આ અવસરે ગૌપૂજન કરવા ઉપરાંત પાંજરાપોળના પ્રાંગણમાં તૈયાર કરવામાં આવેલ 10 હજારથી વધુ સરગવાના છોડ ધરાવતી ‘માતૃશ્રી હીરાબા સરગવા વાટિકા (Matrushri Heeraba Sargava Vatika’)’ ખાતે एक_पेड़_मां_के_नाम અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.