Banaskantha News : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ (World Breastfeeding Week) ની ૧ થી ૭ ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ તા.૦૧-૦૮-૨૦૨૪ થી તા.૦૭-૦૮-૨૦૨૪ દરમ્યાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણીનું આયોજન કરેલ છે. Department of Women and Child Development
જો જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન (breastfeeding), ૬ માસ સુધી ફક્ત સ્તનપાન અને ૬ માસ બાદ સમયસર ઉપરી આહારની શરૂઆતની ટકાવારીમાં સુધારો કરવામાં આવે તો બાળકના આરોગ્ય અને પોષણ (Child health and nutrition) સ્તરમાં સુધારો થઈ શકે છે. જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય છે. વર્ષ ૨૦૨૪ માં “અંતર ઘટાડીએ, સ્તનપાન માટે સહયોગ આપીએ.”-Closing the gap : Breastfeeding Support for all થીમ નક્કી કરવામાં આવી છે.
જે અંતગર્ત તા.૦૨-૦૮-૨૦૨૪ ના રોજ જિલ્લા પ્રોગ્રામ ઓફીસરશ્રી ઉષાબેન.વાય ગજ્જર દ્રારા સીવીલ હોસ્પીટલ પાલનપુર (Palanpur) અને પ્રાઈવેટ હોસ્પિટલ (Hospital) વિશ્વાસ હોસ્પિટલની મુલાકાત કરીને સ્ત્રીવૉડમાં ધાત્રીમાતાઓની મુલાકાત કરીને,
બાળકના જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાનનું મહત્વ, બાળક માટે ૬ માસ સુધી ફક્ત માતાના ધાવણનું મહત્વ, ૬ માસ સુધી બાળક ને અન્ય કોઈ ગળથૂથી કે પાણી ના આપતા ફક્ત સ્તનપાન કરાવવું, કાંગારું કેરનું મહત્વ, ૬ માસ પુર્ણ કરીને બાળકને ઉપરી આહારની શરૂઆત, બાળકના આરોગ્યની જાળવણી, આંગણવાડી કેન્દ્ર (Anganwadi Centre) ખાતે મળતા માતૃશક્તિ, બાળ શક્તિ, પૂર્ણ શક્તિ ટી.એચ.આરનું મહત્વ, વગેરેની વિસ્તૃત માહિતી માન.જિલ્લા પ્રોગ્રામ ઓફીસરશ્રી ઉષાબેન ગજ્જર દ્રારા આપવામાં આવેલ હતી.
જેમાં વોડના સ્ટાફ નર્સશ્રી પાલનપુર ઘટકના સીડીપીઓશ્રી, મુખ્ય સેવિકાશ્રી મદીનાબેન સેરસિયા,નયનાબેન ગુજર NNM બ્લોક કો ઓર્ડિનેટર શ્રી કિરણભાઈ અને ગીતાબેન સાગરણી ઉપસ્થિત રહ્યા હતા.