top gujarat news
Gujarat Police : ગુજરાત સરકારે ગુજરાત પોલીસ બેડામાં નોન-આર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) ની જગ્યાઓ પર સીધી ભરતીની યોજના રદ કરી છે. ગુજરાત પોલીસે શનિવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. હવે આ નોન-આર્મ્ડ ASIની જગ્યાઓ સીધી ભરતીના બદલે કાફલામાં કાર્યરત હેડ કોન્સ્ટેબલોને બઢતી આપીને ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Gujarat Police
આ સંદર્ભે ગુજરાત પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) ગગનદીપ ગંભીરના નામે એક પત્ર જારી કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ગુજરાત પોલીસને બિન હથિયારધારી ASIની કેડરમાં અનુભવી કર્મચારીઓ મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધે તે માટે બિન હથિયારધારી ASI વર્ગ ત્રણની સીધી ભરતી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ સંવર્ગની ખાલી પડેલી તમામ જગ્યાઓ બઢતીથી જ ભરવાની મંજૂરી આપવામાં આવી છે. Gujarat Police
Gujarat Police
30મી ઓગસ્ટ સુધી પ્રમોશન આપવા સૂચના
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યના તમામ શહેરો, જિલ્લાઓ અને એકમોમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલ કેડરના કર્મચારીઓમાંથી, નિયમ મુજબ પ્રમોશન માટે પાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલને 30 ઓગસ્ટ સુધીમાં બઢતી આપવામાં આવે. આ બઢતીના કારણે હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ ખાલી પડેલી છે ત્યારે કોન્સ્ટેબલ કેડરના કર્મચારીઓને 30મી ઓગસ્ટ સુધીમાં નિયમાનુસાર હેડ કોન્સ્ટેબલના પદ પર બઢતી આપવા સૂચના આપવામાં આવી છે. આ માહિતી 31મી ઓગસ્ટ સુધીમાં ડીજીપી ઓફિસને આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
આ નિર્ણય પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, સરકારને યુવા વિરોધી ગણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાજ્ય સરકારના ASI કેડરમાં સીધી ભરતી રદ કરવાના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે કહ્યું કે ભાજપની નીતિ હંમેશા યુવા વિરોધી રહી છે. હેડ કોન્સ્ટેબલને પ્રમોશન મળવું જોઈએ, પરંતુ એએસઆઈની સીધી ભરતી રદ થવાથી રોજગાર મેળવવાની આશા રાખતા યુવાનોના સપનાઓ ફરી એકવાર ચકનાચૂર થઈ ગયા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં ઓછા પોલીસ કર્મચારીઓ છે, તો સરકારે શા માટે ભરતી રદ કરવાનો નિર્ણય લીધો. રાજ્યની જનતાની સુરક્ષા સાથે આ રીતે કેમ રમત રમાઈ રહી છે?