- બનાસકાંઠા જિલ્લામાં ૨ મોડેલ સ્કૂલ, ૫ કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ તથા ૩ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ મળી કુલ- ૧૦ શાળાઓ હાલે કાર્યરત..
આદિવાસી બાળકોના ગુણવત્તાસભર શિક્ષણ માટે
રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી અને બનાસકાંઠા જિલ્લા ટ્રાયબલ એરિયા સબ પ્લાન કચેરી, પાલનપુર દ્વારા દાંતા અને અમીરગઢ આદિજાતિ વિસ્તારમાં વસતા આદિજાતિ બાળકોના સર્વાંગી વિકાસની સાથે પાયારૂપી શિક્ષણની જરૂરિયાત માટે બનાસકાંઠા જિલ્લામાં ૨ મોડેલ સ્કૂલ, ૫ કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ તથા ૩ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ એમ કુલ- ૧૦ શાળાઓ કાર્યરત છે. જેમાં ધોરણ ૬ થી ૧૨ માં ૩૪૭૮ આદિજાતિ વિદ્યાર્થી ભાઈ—બહેનો શિક્ષણ મેળવીને ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે.
કન્યા શિક્ષણને વેગ આપવા માટે જિલ્લામાં સરોત્રા, જેથી, વિરમપુર, ગઢ મહુડી અને રાણપુર આંબા એમ પાંચ કન્યા સાક્ષરતા નિવાસી શાળા કાર્યરત છે. Banaskantha News જેમાં ૧૭૨૧ આદિજાતિ દીકરીઓ ધોરણ- ૬ થી ૧૨ સુધીનું વિનામૂલ્યે શિક્ષણ, રહેઠાણ, પુસ્તકો, ગણવેશ અને ભોજન વગેરેની સુવિધા મેળવી ભાવિ ઘડતરની દિશામાં આગળ વધી રહી છે. જિલ્લાના દાંતા અને અમીરગઢમાં બે મોડેલ સ્કૂલ આવેલી છે.
જેમાં દાંતા મોડેલ સ્કૂલમાં ૩૫૯ અને અમીરગઢ મોડેલ સ્કૂલમાં ૪૨૬ બાળકો ધોરણ ૬ થી ૧૨ નું શિક્ષણ મેળવી રહ્યા છે. જ્યારે જિલ્લાના અંબાજી, જગાણા અને અમીરગઢમાં એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં અદિજાતિના બાળકો વિનામૂલ્યે શિક્ષણ મેળવી કારકિર્દી ઘડતરની કેડી કંડારી રહ્યા છે. જેમાં એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ અંબાજીમાં ૪૫૩, એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ જગાણામાં ૪૨૧ અને એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ અમીરગઢમાં ૯૮ વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યાં છે.
શાળામાં અપાતી સવલતોની વાત કરીએ તો બે ટાઈમ નાસ્તો, બે ટાઈમ જમવાનું, સ્કૂલ બેગ, ૨ યુનિફોર્મ, ૨ નાઈટ ડ્રેસ, ૧ સેરેમની ડ્રેસ, સ્પોર્ટ્સ યુનિફોર્મ , સ્પોર્ટ શૂઝ, મોજડી, બુટ, એક જોડી ચંપલ, ૪ જોડી મોજા, ૨ જોડી ટાઈ અને બેલ્ટ સહિત સ્ટાન્ડર્ડ ક્વોલિટીની સ્ટેશનરી, ચોપડા, પુસ્તકો, ન્હાવા ધોવાના સાબુ, કાંસકો, પાઉડર, સહિતની ટોઇલેટરી પણ આપવામાં આવે છે. કન્યાઓની આરોગ્ય અંગેની દેખરેખ અને તેમને મૂંઝવતી આરોગ્ય સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે દર મહિને નિયમિત આરોગ્ય ચકાસણી અને સેનેટરી પેડ માટે વેન્ડિંગ મશીનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
બાળકોના પોષણ માટે દૂધ સંજીવની યોજના અન્વયે દરરોજ દૂધ આપવામાં આવે છે. તો આધુનિક યુગની જરૂરિયાત એવા કમ્પ્યુટર શિક્ષણ સાથે ટીવી પર શૈક્ષણિક વિડીયો દ્વારા શિક્ષણ આપી આદિજાતિ વિધાર્થીઓને શૈક્ષણિક રીતે સક્ષમ બનાવવાનો સરકારનો પ્રયાસ પ્રસંશનિય છે.
Gujarat High Court : 400 કરોડના કૌભાંડ મામલે ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય