Gujarat Live Update
Gujarat: ગુજરાતના આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના 50 કેસ નોંધાયા છે અને 16 લોકોએ જીવ ગુમાવ્યો છે. પટેલે જણાવ્યું હતું કે, હિંમતપુરમાં ચાંદીપુરા વાયરસના 14 કેસ નોંધાયા છે, જેમાંથી સાત દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. અન્ય રાજ્યોમાંથી ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 50 કેસ નોંધાયા છે અને 16 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Gujarat
તેમણે વધુમાં જણાવ્યું કે દરેક ગામ અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોને આ અંગે એલર્ટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, મુખ્યમંત્રીએ કલેક્ટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) અને મેડિકલ કોલેજો સાથે બેઠકો કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં બાળકોમાં ચાંદીપુરા વાઈરસના લક્ષણો જોવા મળ્યા છે, જેના કારણે થોડો ભય પેદા થયો છે. લેબોરેટરી પરીક્ષણ માટે સાત કેસ પુણે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર એકમાં ચાંદીપુરા વાયરસ હોવાનું જાણવા મળ્યું છે.
Chandipura Virus : રાજ્યમાં નથી થંભી રહયો ચાંદીપુરા વાયરસનો કહેર, નોંધાયા 13 નવા કેસ