GPSC Exam Date 2024
GPSC Exam Updates : ગુજરાત સર્વિસ પબ્લિક કમિશન દ્વારા નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પ્રીલિમ પરીક્ષા બાદ હવે મુખ્ય પરીક્ષાનું આયોજન થવાનું છે. આ માટે GPSC દ્વારા મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. જે મુજબ, આગામી 28થી 31 ઓગસ્ટ દરમિયાન નાયમ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની ભરતીની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉમેરાયેલા ઉમેદવારોને 6 અઠવાડિયાનો સમય મળે તેવો આદેશ કર્યો છે.ત્યારે આ તરફ આગામી 28 થી 31 ઓગસ્ટ દરમિયાન નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની ભરતી માટે મુખ્ય પરિક્ષા યોજાશે. જેમાં ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા તથા સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 એમ કુલ ચાર પેપરની પરિક્ષા યોજાશે.
GPSC Exam Updates 28થી 31 ઓગસ્ટ દરમિયાન પરીક્ષાનું આયોજન
GPSCની વર્ગ-3ની નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની પ્રીલિમ પરીક્ષા બાદ ઉમેદવારો મુખ્ય પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે અને તેની તારીખ જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે GPSC દ્વારા લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. GPSC Exam Updates જેમાં 28મી ઓગસ્ટે ગુજરાતી, 29 ઓગસ્ટે અંગ્રેજી, 30 ઓગસ્ટે સામાન્ય અભ્યાસ 1 અને 31 ઓગસ્ટે સામાન્ય અભ્યાસ-2નું પેપર લેવામાં આવશે.
આ તમામ પરીક્ષા ગાંધીનગર/અમદાવાદ ખાતે યોજવામાં આવશે. GPSC Exam Updates ખાસ છે કે પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. તમામ પ્રશ્નપ્રત્રો બપોરે 3 વાગ્યાથી જ શરૂ થશે.
GPSC Exam Updates અગાઉ 107 સવાલો રદ કરાયા હતા
નોંધનીય છે કે, અગાઉ જીપીએસસી 20 જેટલી પરીક્ષામાં વિકલ્પ બદલવાના તેમજ પ્રશ્નો રદ કરવાના કુલ 280 સુધારા કરી ચૂકી છે. તે પૈકી 107 સવાલો રદ કરાયા હતા અને 173 વિકલ્પો ફાઇનલ આન્સર કીમાં બદલવામાં આવ્યા હતા. GPSC Exam Updates આ પૈકી સૌથી વધુ ભૂલો કરાઈ હોય એવી પરીક્ષામાં જીપીએસસી દ્વારા જાહેર કરાયેલા જાહેરાત ક્રમાંક 47/2023-24ની ફાઇનલ આન્સર કીમાં સુધારો કરાયો હતો.
આ રીતે ઉમેદવારોએ આપવી પડશે પરીક્ષા
ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા તથા સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 એમ કુલ ચાર પેપરની પરિક્ષા યોજવવામાં આવશે. જેમાં પ્રિલીમ પરિક્ષામાં ઉત્તિર્ણ થનાર ઉમેદવારો આ મુખ્ય પરીક્ષા આપી શકશે
Budget 2024: આજે રજૂ થશે આર્થિક સર્વે, જોવા મળશે ભવિષ્યના એજન્ડાની ઝલક