Banaskantha News : હાલે બનાસકાંઠા સંસદીય મતવિસ્તાર માં ભાજપનો પરાજ્ય થવા પામેલ જેના પ્રત્યાઘાતો આવી રહ્યા છે. આજસુધી બનાસકાંઠા માં દબાયેલા રહેતા ભાજપના ધારાસભ્યો, સહકારી આગેવાનો અને કાર્યકરો ધીમે ધીમે ખૂલીને બહાર આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ Banaskantha જિલ્લાના ડીસા ખાતે આવેલ માકૅટ સમિતિ ની બેઠક ચેરમેન ગોવાભાઇ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને મળનારી હતી. જોકે આજની આ બોર્ડ મીટીંગમાં ચેરમેન સિવાય એક પણ સભ્યો હાજર ના રહ્યા. જેના કારણે બેઠક યોજાઇ શકી નથી.
જ્યારે ડીસા માર્કેટ સમિતિની ચૂંટણી યોજાઇ ત્યારે વતૅમાન ચેરમેન ગોવાભાઇ દેસાઈ એકમાત્ર તેમની પેનલમાંથી વિજેતા થયેલ જ્યારે ભાજપના માવજીભાઈ દેસાઈ પ્રેરીત પેનલના ૧૩ સભ્યો વિજેતા થયેલ. દરમ્યાન ગોવાભાઇ દેસાઈ કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં જોડાયા હતા. ત્યારે કહેવાય છે કે સોદાબાજીમાં ગોઠવણ થયેલ જેના ફળસ્વરૂપે ભાજપે તેમને ડીસા માર્કેટ સમિતિના ચેરમેન પદે મેન્ડેડ આપતાં લોકો તેમજ બહુમતી ધરાવતા ભાજપના સભ્યો વિમાસણમાં મુકાઇ ગયેલ. જોકે તેઓ પાર્ટી સામે મજબુર હતા.અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નો આદેશ સવૅમાન્ય રહેતો..
હાલે Banaskantha સંસદીય મતવિસ્તાર માં ભાજપનો પરાજ્ય થવા પામેલ જેના પ્રત્યાઘાતો દિલ્હીમાં પણ પડયા… આજસુધી દબાયેલા રહેતા ભાજપના ધારાસભ્યો , સહકારી આગેવાનો ધીમે ધીમે ખૂલીને બહાર આવી રહ્યા છે.જેના ફળ સ્વરૂપે કહેવાય છે કે પોતાની બહુમતી ન હોવા છતાં વતૅમાન ચેરમેન ગોવાભાઇ દેસાઈ ડીરેકટરો ને વિશ્વાસમાં લેતા ન હોવાનો આક્ષેપ ડીરેકટરો કરી રહ્યા હતા. કહેવાય છે કે હવે કદાચ હાઇકમાન્ડે લીલી ઝંડી બતાવી દીધી પણ હોય..
બનાસકાંઠા સંસદીય મતવિસ્તારમાં સફળતા મેળવવા ભાજપ દ્વારા અનેક કોંગ્રેસના આગેવાનોને સ્થાનિક ભાજપના આગેવાનોનો વિરોધ હોવા છતાંય ભાજપમાં લાવી દીધા હતા. છતાંય પરિણામ ન મળતાં હવે આગેવાનો,કાયૅક્રરો, સહકારી આગેવાનો ધીમે ધીમે તેમનો રોષ ઠાલવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
આમ Banaskantha Deesa માર્કેટ સમિતિ માં કંઈક નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે…
દરમ્યાન માર્કેટ સમિતિ ના વાઈસ ચેરમેન અરજણભાઇ પટેલે vise chairman arjanbhai patel જણાવ્યું કે તમામ સભ્યો ગેરહાજર રહ્યા છે વતૅમાન ચેરમેન ગોવાભાઇ દેસાઈ મનસ્વી નિર્ણય લેતા હોઈ તમામ સભ્યો એ બેઠક નો બાયકોટ કર્યો છે.
ચેરમેન ગોવાભાઇ દેસાઈ chairman govabhai desai એ જણાવ્યું કે આજે બોર્ડ મિટિંગ હતી પરંતુ કેટલાક સભ્યોને બહાર જવાનું હોવાથી બેઠક મુલતવી રાખી છે.