24 કલાક ચાલે એટલા ઓક્સિજન માટે 500 લોકો 12 કલાક સુધી 5 કિલોમીટર લાંબી કતાર માં ઊભા રહે છે
રાજકોટમાં ઓક્સિજનનાં સિલિન્ડર રિફિલિંગ માટે 5 જ એજન્સી છે
સવારથી લાઇનમાં ઊભા હોય ત્યારે છેક 12 કલાકે સાંજે વારો આવે છે
રાજકોટમાં હોસ્પિટલમાં બેડની અછત એટલી છે કે ગંભીર દર્દીઓને પણ ઘરે રાખવા પડે છે, સતત ઓક્સિજન પર રાખીને પાછા સાજા થાય એવા પ્રયાસો થાય છે. આવી સ્થિતિમાં પણ ઓક્સિજન ન મળતાં દર્દીઓની જ નહીં, તેમનાં પરિવાર ની હાલત કફોડી બને છે. રાજકોટમાં ઓક્સિજન-સિલિન્ડર રિફિલિંગ માટે પાંચ જ એજન્સી છે અને એ પણ શહેરથી 15 કિ.મી. દૂર આવેલા શાપર વેરાવળ અને મેટોડા જીઆઈડીસીમાં જઈ રહ્યા છે. આમ છતાં પણ તરત જ રિફિલિંગ નથી થતું, પણ કતારમાં ઊભું રહેવું પડે છે.
24 કલાક ચાલે એટલો જ ઓક્સિજન મળે છે
સવારથી કતાર માં ઊભા હોઈએ ત્યારે છેક 12 કલાકે સાંજે વારો આવે છે. જે સિલિન્ડર રિફિલ થયું હોય એ માંડ 15થી 24 કલાક દર્દીની હાલત મુજબ ચાલે અને ફરીથી પરિવાર ના પ્રાણવાયુ માટે દોડવું પડે છે. આ સ્થિતિ એટલી ગંભીર છે કે દર્દીઓ નો પરિવાર માનસિક રીતે પડી ભાંગ્યાં છે અને કર્ફ્યૂ હોવા છતાં આખી આખી રાત અલગ અલગ સંસ્થાઓ અને કંપનીઓ પાસે જઈને એક-એક સિલિન્ડર માટે હાથપગ જોડી રહ્યા છે. શાપરના ત્રિશૂલ ઓક્સિજન નામના રિફિલિંગ સેન્ટર પર જતાં લોકોની પીડા જોવા મળી હતી.
24 કલાક ચાલે એટલો જ ઓક્સિજન મળે છે
સવારથી લાઈનમાં ઊભા હોઈએ ત્યારે છેક 12 કલાકે સાંજે વારો આવે છે. જે સિલિન્ડર રિફિલ થયું હોય એ માંડ 15થી 24 કલાક દર્દીની હાલત મુજબ ચાલે અને ફરીથી સ્વજનોએ પ્રાણવાયુ માટે દોડવું પડે છે. આ સ્થિતિ એટલી ગંભીર છે કે દર્દીઓનાં સ્વજનો માનસિક રીતે પડી ભાંગ્યાં છે અને કર્ફ્યૂ હોવા છતાં આખી આખી રાત અલગ અલગ સંસ્થાઓ અને કંપનીઓ પાસે જઈને એક-એક સિલિન્ડર માટે હાથપગ જોડી રહ્યા છે. શાપરના ત્રિશૂલ ઓક્સિજન નામના રિફિલિંગ સેન્ટર પર જતાં લોકોની પીડા જોવા મળી હતી.
કલાકો સુધી ઊભા રહેવું પડે છે
શાપરના રિફિલિંગ પાસે દરરોજ 150થી 200 લોકો કતારમાં હોય છે. આવાં અલગ અલગ 5 સેન્ટર મેટોડા અને શાપરમાં છે, એટલે કે શહેરથી 15 કિ.મી. દૂર 500 લોકો ઓક્સિજન માટે દોડતા જોવા મળે છે. રાત હોય કે સવાર, લોકોની કતાર લાગેલી જ હોય છે. કલાકો લાઈનમાં ઊભા રહે છે અને આ દરમિયાન તેમને કોઇ પાણી માટે પણ પૂછવા આવતું નથી. ઔદ્યોગિક વિસ્તારોમાં તડકા વચ્ચે શેકાતા હોય છે લોકો. કલાકો ઊભા રહ્યા બાદ ફેક્ટરીના ગેટ સુધી પહોંચાય છે. કમ્પાઉન્ડમાં કોઇને આવવાની મંજૂરી નથી અપાઈ, તેમનાં સિલિન્ડર ફેક્ટરીમાં લઈ લેવાય છે અને પછી વળી કલાકો રાહ જોવાની હોય છે કે તેમનું સિલિન્ડર ભરાયું છે કે નહિ. એમાં પણ જથ્થો હશે ત્યાં સુધી ભરાશે તેવી વાત કહેતાં લોકો ફેક્ટરીની વંડી પર ચડીને તેમનું સિલિન્ડર ભરાયું છે કે નહિ એ જોવા મજબૂર બન્યા હતા.