Gujarat Bus Accident: ગુજરાતમાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આણંદમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ અકસ્માત થયો હતો. જ્યાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં 8 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરી રહી છે.
આ અકસ્માત સવારે સાડા ચાર વાગ્યે થયો હતો
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આ અકસ્માત 15 જુલાઈના રોજ સવારે 4:30 વાગ્યે થયો હતો. જ્યાં એક ટ્રકે લક્ઝરી બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 6 લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. 8 ઘાયલો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બસનું ટાયર પંચર થઈ ગયું હતું
જણાવવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી બસનું ટાયર પંચર થઈ ગયું હતું. પંચર દુર કરવા ડ્રાઈવરે બસ હાઈવેની સાઈડમાં ઉભી રાખી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બસને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બસ અને ટ્રકને ભારે નુકસાન થયું છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે.