Nepal : નેપાળમાં, નેપાળી કોંગ્રેસ અને CPN-UMLએ શુક્રવારે વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ગૃહમાં વિશ્વાસ મતનો સામનો કરે તે પહેલાં વ્હીપ જારી કર્યો છે. બંને પક્ષોએ તેમના સાંસદોને ગૃહમાં હાજર રહેવા અને વિશ્વાસ મતમાં પ્રચંડ વિરુદ્ધ મતદાન કરવા જણાવ્યું છે.
કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળના સીપીએન-યુએમએલએ ગયા અઠવાડિયે પ્રચંડ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હતો અને ગઠબંધન સરકાર બનાવવા માટે નેપાળી કોંગ્રેસ સાથે કરાર કર્યો હતો.
ભારત વિશે આ કહ્યું
કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ (સીપીએન-યુએમએલ) એ ગુરુવારે જણાવ્યું હતું કે અમારો લેન્ડલોક દેશ ભારત સાથે ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખીને જ આર્થિક સમૃદ્ધિ હાંસલ કરી શકે છે. પાર્ટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે નેપાળની ધરતી પરથી પાડોશી દેશ વિરુદ્ધ કોઈપણ ગતિવિધિને મંજૂરી આપશે નહીં.
પક્ષના વિદેશી બાબતોના વિભાગના વડા અને સ્થાયી સમિતિના સભ્ય ડૉ. રાજન ભટ્ટરાઈએ શુક્રવારે સંસદમાં વિશ્વાસ મત પહેલાં જણાવ્યું હતું કે CPN-UML માને છે કે નેપાળ કે નેપાળના લોકો ભારત વિરોધી વલણ અપનાવીને પ્રગતિ કરી શકે નહીં.