Banaskantha News : ગુજરાત રાજ્ય ના મોટા શહેરો માં અવારનવાર હિટ એન્ડ રન ની ઘટના જોવા મળે છે. જેમાં કેટકેટલાય પરિવારો નંદવાતા હોવાની ઘટનાઓ જોવા મળે છે
ત્યારે આજે આવી ઘટના બની છે બનાસકાંઠા જિલ્લા ના ભાભર પંથક માં જેમાં એક મારુતિ ઇકો કાર ચાલક દ્વારા બાઇક સવાર ને ટક્કર મારવામાં આવી અને પછી ૫ કિલોમીટર સુધી બાઇક કાર સાથે ઢસડાયું. છતાંય મારુતી ઇકો ચાલક વાહન ના થોભાવ્યું,
માહિતી થી વાત કરીએ તો, બનાસકાંઠા BANASKANTHA જિલ્લા ના ભાભર પંથક ના ખારા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની.
લાખણી તાલુકાના વજેગઢ ના રબારી પરિવાર ના ૩ વ્યક્તિઓ વજેગઢ થી ભાભર જઇ રહ્યા હતા ત્યારે ખારા ગામ પાસે એક મારુતિ ઇકો કાર ચાલક સાથે ટક્કર થઈ અને જેમાં ઘટના સ્થળે જ એક વ્યક્તિ નું મોત થયું જ્યારે બાઇક ચાલક નું સારવાર દરમિયાન મોત થયું.
જોકે મળતી માહિતી મુજબ મારુતિ ઇકો કાર ચાલક દ્વારા થયેલ ટક્કર નું બાઇક ૫ કિલોમીટર જેટલું ઢસડી ભાભર પહોંચતા જ્યાં હાઇવે પાર લોકો આંતરી પકડી પાડવામાં આવેલ.
આ હિટ એન્ડ રન માં બાઇક સવાર ૨ લોકોના મોત થયા છે જેમાં ૧ મહિલા અને બાઇક સવાર હોવાનું જણાયું છે. મરનાર વ્યક્તિ લાખણી ના વજેગઢ ગામ ના હોવા નું સામે આવ્યું જ્યારે સંબધ માં ભાઈ – બહેન હોવાનું જણાય છે .
મૃતકો ના નામ :
લાખણી તાલુકાના વજેગઢ ના રબારી પરિવાર
૧) અલકાબેન કેવાભાઇ રબારી તેમજ
૨) મૂકેશ કેવાભાઇ રબારી