Gujarat Monsoon : રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના ઘણા ખરા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જ્યારે ઘણી જગ્યાએ ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે. આવામાં હવામાન વિભાગની નવી આાગહી સામે આવી છે. આજે મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી સામે આવી છે. જેમાં 7 વાગ્યા સુધી 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે અને 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
સાંજે 7 વાગ્યા સુધી 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. કચ્છ, મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જુનાગઢમાં રેડ એલર્ટ છે. 6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે એલર્ટ જાહેર
હવામાન વિભાગ દ્વારા ભાવનગર, બોટાદ, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે છતાં પણ રાજ્યમાં સીઝનનો વરસાદ 3 ટકા ઓછો રહ્યો છે.
40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન રહેવાનું અનુમાન
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન છે.