Deodar News : દિયોદર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરોએ માઝા મૂકી છે.
થોડા સમય પૂર્વે દિયોદર માં કેટલાક મકાનો ના તાળાં તુટેલા.અને લાખો રૂપિયા ની ચોરી ઓ થવા પામેલ છતાંય પોલીસ દ્વારા આંખ આડા કાન કરી ફરિયાદો લેવા માં ભારે ઉદાસીનતા જોવા મળેલ.
આ કામે ચાર જેટલા આરોપીઓ પકડાયા છતાં પણ પોલીસ દ્વારા તેમને જાણ કે છાવરવાના પ્રયત્નો વિવાદાસ્પદ બનવા પામેલ.આખરે મિડિયા માં અહેવાલો પ્રસિદ્ધ થતાં Deodar પોલીસે તાબડતોબ પત્રકાર પરિષદ બોલાવી અધકચરી માહિતી આપી બચાવ કરવાનો જાણે કે પ્રયાસ થયેલ.
આની ઠંડક હજુ પડી નથી ત્યાં ગતરાત્રે દિયોદર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ત્રણ – ત્રણ દુકાનો ના તાળાં તૂટતાં લોકો માં ગભરાટ ની લાગણી વ્યાપી છે.
આ ચોરી નો ભોગ બનનાર વેપારીઓની પોલીસ ફરિયાદ લેશે કે કેમ..?
તે પ્રશ્નાર્થ જનમાનસમાં ઊભો છે..
ચોરોએ ચોરી દરમિયાન સુપરમોલ નો સીસીટીવી કેમેરા નું ડીવીઆર પણ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું છે. દુકાનોમાંથી રોકડ રકમ, તેમજ માલસામાન ની ઉઠાંતરી કરી હોવાનું મનાય છે..
દિયોદર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ત્રણ દુકાના તાળા તૂટ્યા જેમાં રામદેવ કિરાણા, કોટક બ્રધર્સ , માધવ સુપર મોલના તાળા તૂટયા જેમાં માધવ સુપર મોલ નુ cctv કેમેરાનું ડીવીઆર પણ ગાયબ કરવામાં આવ્યું.
દિયોદર પંથકમાં થઈ રહેલી ચોરીના બનાવો માત્ર કાગળ ઉપર દોડાવવા ના પોલીસ ના અભિયાન પાછળ કયો ગ્રહ કામ કરી રહ્યો હશે.. લોકો માં ચચૉસ્પદ બનવા પામેલ છે.
જીલ્લા પોલીસ વડા આની તપાસ કરાવશે ખરા..
Banaskantha District Superintendent of Police