ક્યારે છે ચૈત્ર પૂર્ણિમા, જાણો તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ:
હિંદુ ધર્મમાં પૂર્ણિમાની તિથિનુ વિશેષ મહત્વ હોય છે.
ચૈત્ર પૂર્ણિમા હિંદુ નવવર્ષની પ્રથમ પૂર્ણિમા હોય છે.
આ પાવન દિવસે હનુમાનજીનો જન્મોત્સવ પણ ઉજવાય છે.
આ દિવસે હનુમાનજીએ માતા અંજનીના ખોળે જન્મ લીધો હતો.
હનુમાનજીનો જન્મોત્સવ હોવાથી આ દિવસનુ મહત્વ પણ વધી જાય છે
આવો જાણીએ ચૈત્ર પૂર્ણિમા તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ
ચૈત્ર પૂર્ણિમા તિથિ
27 એપ્રિલ, 2021 મંગળવાર
પૂર્ણિમા તારીખ પ્રારંભ – 26 એપ્રિલ 2021, સોમવાર, બપોરે 12 વાગીને 44 મિનિટથી
પૂર્ણિમા તારીખ સમાપ્ત – 27 એપ્રિલ, 2021, મંગળવાર, સવારે 9.01 વાગ્યે
ચૈત્ર પૂર્ણિમા પૂજા વિધિ
– સવારના સ્નાન વગેરેથી પરવારીને ઉપવાસનો સંકલ્પ લો.
– પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ઘણું મહત્વ છે. પરંતુ હાલ કોરોના વાયરસને કારણે સ્વસ્થ રહેવા માટે ઘરમાં જ રહેવું વધુ સારું છે. તમે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકો છો.
– આ દિવસે વિધિ વિધાનથી ભગવાન હનુમાનની પૂજા કરો.
– આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસનાનું પણ વિશેષ મહત્વ છે.
– હનુમાન ચાલીસાના પાઠ કરો.
– હનુમાનજીને ભોગ લગાવો અને પછી હનુમાનજી અને બધા દેવી દેવતાઓની આરતી કરો
ચૈત્ર પૂર્ણિમાનુ મહત્વ
– ચૈત્ર પૂર્ણિમાનું વ્રત કરવાથી અનેકગણુ ફળ મળે છે.
– આ દિવસે હનુમાન જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે.
– આ પાવન દિવસે હનુમાનજીની પૂજા કરવાથી સંકટોમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
– આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે.