Bansakantha : પાલનપુર કલેકટર કચેરી ખાતે સામાજિક સમરસતા મંચ-ગુજરાત પ્રાંત દ્વારા બનાસકાંઠા વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું.
રાજ્ય સરકાર દ્વારા શ્રીમદ ભગવદ ગીતા ના જ્ઞાનનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકમાં સામેલ કરવામાં આવેલ છે. રાજ્ય ના કેટલાક તત્વો દ્વારા શ્રીમદ ભગવદ ગીતા ના જ્ઞાનનો અભ્યાસક્રમના વિરોધમાં વ્યક્તિગત સ્વાર્થ અને રાજકીય હિતને ધ્યાને રાખી આ શ્રીમદ ભગવત ગીતા ના જ્ઞાનને પાઠ્યપુસ્તકમાંથી દૂર કરવા માટે આવેદનપત્રો આપેલા હતા ત્યારે સામાજિક સમરસતા મંચ-ગુજરાત પ્રાંત દ્વારા પાલનપુર કલેકટર કચેરી ખાતે શ્રીમદ ભગવદ ગીતા ના જ્ઞાનનો અભ્યાસક્રમ ના સપોર્ટ માં આવેદનપત્ર આપવામાં આવ્યું.
આ આવેદનપત્રને બનાસકાંઠા સંત મંડળ, શિક્ષક મહાસંઘ, લઘુ ઉદ્યોગ ભારતી, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જનજાતિ કલ્યાણ આશ્રમ, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય પરિવાર, હિન્દુ સમાજના વિવિધ જ્ઞાતિ સમુદાય, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ, અધિવકતા પરિષદ, રાષ્ટ્ર સેવિકા સમિતિ, વાલ્મિકી સંઘ પરિવાર, કિસાન સંઘ, બિલ્ડર એસોસીએશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે Banaskantha ના વિવિધ સંતો મહંતો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવામાં આવ્યું.
Application at the Collector’s office, banaskantha
તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ