Weight Loss Without Exercise: આજકાલ બદલાતી લાઈફસ્ટાઈલ અને વર્કલોડના કારણે લોકોનું વજન ઝડપથી વધી રહ્યું છે. ખોટી ખાનપાનની આદતના કારણે પણ વજન વધવાની સમસ્યા રહે છે. ઘણા પ્રકારે વજન ઘટાડી શકાય છે. લોકો એક્સરસાઈઝ દ્વારા પણ વજન ઘટાડી શકે છે. પરંતુ, જો તમે એક્સરસાઈઝ કર્યા વિના વજન ઘટાડવા માગો છો, તો અમે તમને જણાવીશું કેટલીક સરળ રીત.
સંતુલિત આહાર
હેલ્ધી રહેવા માટે સંતુલિત અને પૌષ્ટિક ડાયટ ખૂબ જ જરૂરી છે. એક્સરસાઈઝ કર્યા વિના વજન ઘટાડવા માટે ડાયટમાં ફળ, શાકભાજી, સાબુત અનાજ, લીન પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનો સમાવેશ કરો. આ સાથે જ પ્રોસેસ્ડ ફૂડ આઇટમ્સ, આર્ટિફિશિયલ શુગર વાળું ડ્રિંક અને અનહેલ્ધી સ્નેક્સનું સેવન ટાળો.
સ્ટ્રેસ ન લો
અતિશય સ્ટ્રેસ વજન અને પેટની ચરબી વધવાનું મુખ્ય કારણ હોઈ શકે છે. સ્ટ્રેસ ઓછું કરવા ધ્યાન, ઊંડા શ્વાસ લેવાની એક્સરસાઈઝ ફાયદાકારક રહેશે.
હાઇડ્રેશન
સ્વસ્થ રહેવા માટે દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવો. પાણી મેટાબોલિઝ્મને વધારવામાં મદદ કરે છે, જે વજવ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
દિવસભર એક્ટિવ રહો
દિવસભર એક્ટિવ રહેવાનો પ્રયાસ કરો. શક્ય હોય ત્યારે વોકિંગ અથવા સીડી ચઢવા જેવી હળવી શારીરિક એક્ટિવિટી કરો.
ફાઇબર સમૃદ્ધ ખોરાક
ડાયટમાં સાબુત અનાજ, કઠોળ, ફળો અને શાકભાજી જેવા હાઈ ફાઇબરવાળા ફૂડનો સમાવેશ કરો. ફાયબર પાચનને પ્રોત્સાહન આપવા પેટને ભરેલું રાખવામાં અને કેલરીનો વપરાશ ઘટાડવામાં મદદ કરે છે.
વધુ પડતી ખાંડનું સેવન મર્યાદિત કરો
જે ફૂડમાં વધુ પ્રમાણમાં ખાંડ હોય તેનું સેવન નિયમિત માત્રામાં કરો. આવા ફૂડ વજન વધારે છે.
પૂરતી ઊંઘ લો
દરરોજ રાત્રે પૂરતી અને સારી ઊંઘ લો. ઊંઘનો અભાવ હોર્મોનના લેવલને ખલેલ પહોંચાડે છે, જેનાથી ભૂખ, ક્રેવિંગ્સ અને વજન વધારી શકે છે.
મોડી રાત્રે નાસ્તો કરવાનું ટાળો
સમયસર ભોજન કરવાથી વજન વધવાની સમસ્યા થઈ શકે છે. મોડી રાત્રે ખાવાનું ટાળો. સૂતા પહેલા ભારે ભોજન અથવા નાસ્તાનું સેવન ટાળો.