Gujarat Update
ખાવા-પીવાની વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ યથાવત છે. ફરી એક વખત નમકીનના પેકેટમાંથી ગરોળી નીકળી છે. આ ઘટના રાજ્યના અરવલ્લી જિલ્લાની છે, જ્યાં નમકીનના એક પેકેટમાંથી ગરોળી મળી આવી છે. સરસ્વતી નમકીનના પેકેટમાંથી ગરોળી મળી આવી છે. પેકેટ ખોલતાં જ તેમાંથી ગરોળી નીકળતા સમગ્ર પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો. કેમ કે, ખાવાપીવાના પેકેટમાંથી આવી વસ્તુ નીકળવી મોટી બેદરકારી છે.
ફૂડમાંથી જીવાતો નીકળવાનો સીલસીલો યથાવત છે. અરવલ્લી જિલ્લામાં નમકીનમાંથી ગરોળી મળી આવી છે.
સરસ્વતી નમકીનના પેકેટમાંથી ગરોળી મળી આવી છે. વધુ એક વખત રાજ્યમાં આરોગ્ય મામલે બેદરકારી સામે આવી છે. અગાઉ રાજ્યમાં દેડકું, ગરોળી, કાનખજૂરો જેવા જંતુ મળી આવ્યા હતા.
અરવલ્લી જિલ્લાના ભિલોડામાં સહકારી જીનમાં આવેલી નમકીન ફેક્ટરીની બેદરકારી સામે આવી છે.