Mahila Jagruti Abhiyan : અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભાની મહિલા વિંગ દ્વારા બનાસકાંઠાના પાલનપુર ખાતે “મહિલા જાગૃતિ અભિયાન” અંતર્ગત “આંજણા નારી સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું.
જાગૃત સ્ત્રી એ જાગૃત સમાજ ની અનીવ્યાર્તા છે.. ડો.રીટાબેન પટેલ, ડો.રીટાબેન પટેલ (રાષ્ટ્રીય પ્રમુખ, મહિલા વિંગ)ની અધ્યક્ષતામાં આયોજીત આ કાર્યક્રમમાં 600 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. શ્રી વીરજીપટેલ સાહેબ, મંત્રી વિજયા લક્ષ્મીજી એ સમાજની ચિંતા વ્યક્ત કરી હતી જેમાં બાલ-વિવાહ,સાટા-પેટા વિષે બોલ્યા હતા, ઉપપ્રમુખ લક્ષ્મીબેન કરેણ યુવા વર્ગ, દેખાડા ના કરવા,દીકરીનુ મહત્વ વિષે બોલ્યા હતા,અને નીરૂબેન ચૌધરી કુરીવાજો વિષે બોલ્યા હતા, ,કોષાધ્યક્ષ સીએ ગોમતીબેન એકાઉન્ટની સમજ આપી હતી.
સંવાદ સત્રમાં મહિલા વિંગ ના પાલનપુરની સ્થાનિક સમિતિના વક્તાઓ ડો મનીષાબેન-સ્ત્રી રોગ નિષ્ણાત જેમણે કેન્સર વિશે, ગીતાબેન જેમણે શિક્ષણ વિશે ,રેખાબેન વ્યસન વિશે , પાયલબેન જેમણે કાયદા વિશે, રક્ષાબેને જેમણે પશુપાલન જેવા વિવિધ મુદ્દાઓ પર નિવેદનો આપ્યા હતા. તેમાં શિક્ષણ, મહિલા આરોગ્ય, આહાર-વિહાર, વ્યસન મુક્તિ, સ્વરોજગાર-ગૃહઉદ્યોગ જેવા મુદ્દાઓ અને સામાજિક મુદ્દાઓ અને સંસ્કારોની ચર્ચા કરવામાં આવી હતી.
અંતમાં ડો.રીટાબેન પટેલે તેમના નિવેદનમાં સમગ્ર ચર્ચાનો સારાંશ આપ્યો હતો અને સામાજીક લેવલે પોજીટીવ બદલાવ આવે અને મહાસભાની કાર્યશૈલીની જાણકારી આપી હતી
આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને સમાજનો ઉત્કર્ષ કેવી રીતે કરી શકાય , તે અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પાલનપુરની સ્થાનિક મહિલા ટીમે કરેલી મહેનત સરાહનીય હતી. સભા સ્થળ પર ચા-નાસ્તાની વ્યવસ્થા કરવા માટે કુંવરબા ટ્રસ્ટ અને બાકી બહેનો તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો હતો..