તા.27 જુનને ગુરુવારે નાબાર્ડ, ગુજરાત પ્રાદેશિક કચેરીના સીજીએમ શ્રી બી કે સિંઘલના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લામાં ત્રણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠાના ડીસા બ્લોકમાં બલોધર ગ્રામ પંચાયતને રૂ. 15.45 લાખની ગ્રાન્ટ સહાયથી મંજૂર થયેલ ગ્રામીણ હાટનું શિલાન્યાસ, ડીસા-પાલનપુર હાઈવે પર નવી ભીલડી માર્કેટ ખાતે હિમાંશી સખી મંડળને રૂ.6.50 લાખની ગ્રાન્ટ સહાય સાથે 3 વર્ષ માટે મંજૂર થયેલ રૂરલ માર્ટનું ઉદઘાટન અને વાવ બ્લોકમાંથી નાબાર્ડના સમર્થન હેઠળ પ્રમોટ કરાયેલા એફપીઓ એટલે કે ડેડાવા એગ્રી ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપની લિ. ને રૂ. 6.18 લાખની ગ્રાન્ટ સહાય સાથે અર્પણ કરવામાં આવેલ મોબાઈલવાનનું લોકાર્પણ કરાયું હતું.
ઓફ ફાર્મ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, નાબાર્ડ, ગુજરાત પ્રાદેશિક કચેરીએ માર્ચ 2024 ના પ્રથમ સપ્તાહ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ત્રણ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. જેમાં સપોર્ટ મુખ્યત્વે માર્ટ ભાડા ચાર્જ, એક સેલ્સપર્સનનો પગાર, પ્રચાર અને બજાર પ્રમોશન ખર્ચ, SHG સભ્યો માટે ક્ષમતા નિર્માણ શુલ્ક, GST, PAN, TAN, FSSAI લાયસન્સ જેવા વૈધાનિક પાલન, મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ડિજિટલ પેમેન્ટ મોડ, વગેરે ખર્ચનો સમાવેશ થાય છે જેને નાબાર્ડ , ગુજરાત પ્રાદેશિક કચેરી દ્વારા મંજૂર કરવામાં આવતાં આ ત્રણેય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી લોકાર્પણ કરાયું છે.
આ કાર્યક્રમમાં શ્રીમતી શર્મિલા સંદીપ શેરલા, DDM-બનાસકાંઠા, શ્રી હેમંતભાઈ ગાંધી, LDM-બનાસકાંઠા, શ્રી ગણપતજી લાખેરા, બ્રાન્ચ મેનેજર, BoB, નવી ભીલડી, ડીસા, શ્રી રાકેશભાઈ દવે, ડિરેક્ટર, સમભાવ ફાઉન્ડેશન, શ્રીમતી અલકાબેન દરજી, નિયામક મહિલા ઉત્કર્ષ મંડળ (સુવિધા આપતી એજન્સી) અને અન્ય હાજર રહયા હતા