દીઓદરમાં આજથી ત્રણ દિવસ લોકડાઉન… દિયોદર શહેરમાં સેનેટાઈઝેશન કરાયું: Diyodar
દીઓદર પંથકમાં કોરોનાએ જાેરદાર એન્ટ્રી કરતાં
ગામડે-ગામડે ગંભીર બિમારીઓ સહ લોકો હચમચી ગયા છે.
ત્યારે તાલુકા મથક ખાતે દીઓદર સરપંચ
શ્રી ગીરીરાજસિંહ વાઘેલાએ
દીઓદરના વેપારી એશોસીએશનની બેઠક બોલાવી
દીઓદરમાં ત્રણ લોકડાઉન આપવાનું જાહેર થયેલ. ( Lockdown )
જે અંતર્ગત તા.ર૩,ર૪,રપ સંપૂર્ણ લોકડાઉન રહેશે.
જેમાં મેડીકલ સેવાઓને બાકાત રખાઈ છે.
આજ તા.ર૩ ના રોજ સવારથીજ સંપૂર્ણ બજાર બંધ રહેવા પામેલ.
સાથે સાથે લોકોએ અવર-જવર ઉપર પણ સંયમ રાખેલ.
દરમ્યાન આજરોજ દીઓદર ગ્રામ પંચાયત દ્વારા
કોરોનાની મહમારીમાં દીઓદર શહેર ત્રણ દિવસ માટે
લોકડાઉન રહેતાં આજરોજ
સરપંચ શ્રી ગીરીરાજસિંહ વાઘેલાની રાહબરી હેઠળ
દીઓદર ગામને સેનેટરાઈઝ કરવામાં આવેલ.