કોરોના સંક્રમણની ચેઇન તોડવાના સ્વૈચ્છીક જનતા કરફ્યુંને બનાસકાંઠા ( Banaskantha ) જિલ્લામાં વ્યાપક આવકાર.
કોરોના વૈશ્વિક મહામારીનું સંકટ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે અને
આ કોરોના સંક્રમણની બીજી લહેરમાં સંક્રમણ પણ સતત વધી રહ્યું છે
ત્યારે કોરોના ( Corana ) સંક્રમણની ચેઇનને તોડવા માટે
બનાસકાંઠા જિલ્લામાં લોકોએ સ્વૈચ્છીક જનતા કરફ્યું જાહેર કરી
પોતાના વેપાર-ધંધા બંધ રાખી લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની ( Banaskantha Collector Anand Patel ) સુચના અને માર્ગદર્શન પ્રમાણે
પ્રાંત અધિકારીશ્રીઓએ શહેરના વેપારી એસોસિએશનો સાથે બેઠક યોજી
પાલનપુરમાં તા. ૨૩ થી ૨૭ એપ્રિલ-૨૦૨૧ એમ
કુલ પાંચ દિવસનું
જનતા કરફ્યું રાખી
દુકાનો બંધ રાખવાનો વેપારીઓ દ્વારા
નિર્ણય લેવામાં આવ્યો હતો.
જિલ્લા વહીવટીતંત્રની વાતને વધાવી લઇ પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ સહિત જિલ્લાના
મોટા શહેરોમાં સ્વયંભૂ પાળવામાં આવેલા જનતા કરફ્યુંને વ્યાપક આવકાર મળતાં
કોરોના સંક્રમણની સાંકળ તોડવામાં મદદ મળશે.
ગઇકાલે પાલનપુર વેપારી એસોસિએશન ( Palanpur ) દ્વારા પાલનપુર શહેરની જનતાને કરફ્યુંનું પાલન કરવા અપીલ કરતાં
બોર્ડ પણ વિવિધ જગ્યાએ લગાવવામાં આવ્યા હતાં.
જેની ખુબ સારી અસર પડતા લોકોએ જનતા કરફ્યુંના
પ્રથમ દિવસથી જ ઘરમાં રહેવાનું પસંદ કર્યું છે.
જેની ચોમેર પ્રસંશા થઇ રહી છે અને લોકો પણ માની રહ્યાં છે કે
કોરોનાની ચેઇન તોડવા ઘરમાં રહેવું ખુબ જરૂરી છે.