Yoga day 2024:
વર્ષ 2015 થી સમગ્ર વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની પ્રેરણા થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ અમદાવાદ પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં જે.ડી.નગરવાલા પોલીસ સ્ટેડિયમ શાહીબાગ અમદાવાદ શહેર ખાતે સમગ્ર અમદાવાદ ના પોલીસ અધિકારીયો ની ઉપસ્થિતિ માં ઉજવણી કરવામાં આવી. જેમાં ડી.જી.પી. વિકાસ સહાય તેમજ પોલીસ કમિશનર જી.એસ.મલિક તેમજ ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીયોએ આજે યોગ કર્યા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ ૨૦૧૫થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં ૨૧ જૂનની તારીખ સૂચવી હતી, કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે.
અમદાવાદ પોલીસ દ્વારા international yoga day ની ઉજવણી જે.ડી.નગરવાલા પોલીસ સ્ટેડિયમ શાહીબાગ અમદાવાદ શહેર ખાતે સમગ્ર Ahmedabad Police અમદાવાદ ના પોલીસ અધિકારીયો ની ઉપસ્થિતિ માં કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીયોએ યોગ કર્યા.
આ સાથે ભારત – પાક. આંતરરાષ્ટ્રીય સીમા પર પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Chief Minister Bhupendra Patel પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી Prime Minister Narendra modi દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.