Chenab Railway Bridge : ભારતીય રેલ્વેએ આજે જમ્મુ અને કાશ્મીરમાં બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ ‘ચેનાબ રેલ બ્રિજ’ પર સફળ ટ્રાયલ રન હાથ ધર્યું છે. આ પુલ રામબન જિલ્લાના સંગલદાન અને રિયાસી વચ્ચે બનાવવામાં આવ્યો છે. આ લાઇન પર ટૂંક સમયમાં રેલ સેવા શરૂ થશે. ચિનાબ નદી પર લગભગ 359 મીટર ઉપર બનેલો આ પુલ વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ છે.
ચિનાબ રેલ્વે બ્રિજના નિર્માણમાં કુલ 30,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજ 1486 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તે 260 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનને ટકી શકે છે.
તેનું નિર્માણ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે. આ ટ્રેન 7 સ્ટેશનો થઈને બારામુલા પહોંચશે. તેનો હેતુ ઘાટીના લોકોની અવરજવરને સરળ બનાવવાનો છે.