Karnataka: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટક હાઈકોર્ટમાં તેમની સામેના POCSO કેસને રદ્દ કરવા માટે અરજી દાખલ કરી હતી. CID દ્વારા નોટિસ અપાયા બાદ તેમણે કેસ રદ કરવાની માંગ કરી હતી.
પૂર્વ સીએમ યેદિયુરપ્પાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે આ કેસ રદ કરવામાં આવે કારણ કે તેમની સામે કોઈ ગુનો સાબિત કરવા માટે કંઈ નથી. તમને જણાવી દઈએ કે બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ તેની પુત્રી સાથે ગેરવર્તન કર્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.