Ahmedabad School Van : હાલ સામાન્ય માનવી પર મોંઘવારી નો માંર પડી રહ્યો છે ત્યારે આ મોંઘવારી ના ડામ પર પડ્યો એક વધુ ડામ. નવા શૈક્ષણિક સત્ર પહેલા અમદાવાદ સ્કૂલ વાન એસોસિએશને મોટો નિર્ણય લીધો છે, બાળકોને સ્કૂલ મૂકવા અને લેવા જતી સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20 ટકાનો વધારો કરમાં આવ્યો જેને લઈને બાળકોના માતા – પિતા પર વધુ આર્થિક બોજો આવ્યો.
નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી
આ વર્ષે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પૂર્વે વાલીઓ પર વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ રિક્ષા-વાનમાં ભાવ વધારો કર્યો છે. સ્કૂલ રિક્ષા અને વાનના ભાડામાં 20 ટકાનો ભાવ વધારો કરાયો છે.
આ વધારા પાછળ કારણ એવું કહેવામાં આવ્યું છે કે, ‘RTO રજિસ્ટ્રેશન, ફિટનેશન પાર્સિંગનો 50 હજારનો બોજો આવતા આ ભાવ વધારો નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી કરી દેવામાં આવશે.