Ahmedabad News: હાલ માં અમદાવાદ માં ભારે ગરમી પડી રહી હતી જેને લઈને લોકો ઠંડક મેળવવા માટે દરેક પ્રકાર ના રસ્તા ઓ અપાવી રહ્યા હતા પરતું ચેતી જજો આડી – અવળી જગ્યાએ ખાન પાન કરતાં. ભારે ગરમી વચ્ચે અમદાવાદ શહેરમાં પાણી જન્ય રોગનાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં કોલેરાનાં કેસમાં સતત વધારો થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું આરોગ્ય ખાતું દોડતુ થઈ જવા પામ્યું છે.
કોલેરાના દર્દીઓથી દવાખાનાં ઉભરાઈ ગયા
અમદાવાદ શહેર ના કેટલાક વિસ્તારોમાં કોલેરાનાં રોગમાં એકાએક વધારો થતા સરકારી અને પ્રાઇવેટ દવાખાનાં ઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. તેમાંય બાળકોને વાયરલ ઇન્ફેકશન માં ભારે વધારો થયો છે. નાના પ્રાઈવેટ હોસ્પિટલો માં વાયરલ ઇન્ફેકશન નામે એન્ટીબાયોટિક અને બાટલાઓ મોટા પ્રમાણ માં વપરાઇ રહ્યાં છે.
જુનનાં 10 દિવસમાં અમદાવાદ શહેરમાં કોલેરાનાં 19 કેસ નોંધાયા
અમદાવાદ શહેરનાં અમરાઈવાડી, બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર વિસ્તારમાં કોલેરાનાં કેસમાં વધારો થયો હતો. છેલ્લા 10 દિવસમાં શહેરમાં ઝાડા ઉલ્ટીનાં 468 કેસ નોંધાયા હતા. જેમાં કમળાનાં 73 કેસ, ટાઈફોઈડનાં 156 કેસ નોંધાવા પામ્યા હતા. જૂન મહિનામાં સરકારી તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓએ થી 1415 જેટલાં પાણીનાં નમૂના લેવાયા હતા. જેમાં માત્ર 29 નમૂનાં ફેલ થયા હતા. પરંતુ શહેર માં પાણીજન્ય રોગચારા માં વધારો જોવા મળી રહ્યો છે.
શું કરી રહ્યું છે AMC ?
અમદાવાદ શહેર ના કેટલાક વિસ્તારોમાં કોલેરાનાં રોગમાં એકાએક વધારો થતા સરકારી અને પ્રાઇવેટ દવાખાનાં ઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ત્યારે આ બાબતે એએમસીનાં આરોગ્ય વિભાગ માં તપાસ કરતાં માહિતી મળી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં જૂન માસ દરમ્યાન પાણીજન્ય રોગો નોંધાવા પામ્યા છે. જેમાં ઝાડા ઉલ્ટીનાં 468, કમળાનાં 73, ટાઈફોઈડનાં 153 કેસ, તેમજ કોલેરાનાં 19 કેસ નોંધાવવા પામ્યા છે. જે પૈકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિસ્તારો અને જે જગ્યાએથી પાણીની ફરિયાદ આવેલ છે.
તે તમામ જગ્યાઓ પર પાણીનાં સેમ્પલ લેવામાં આવેલ છે. તેમજ ક્લોરીન ટેસ્ટ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ ચાલુ માસ દરમ્યાન 1400 થી વધારે પાણીનાં સેમ્પલ લેવામાં આવેલ છે. આ પૈકી 29 વિસ્તારમાં પાણીનાં સેમ્પલ ફેલ થયેલ છે. જેથી આવા તમામ વિસ્તારોમાં ક્લોરીન ટેબલેટનું વિતરણ તેમજ પાણીની પાઈપ લાઈન રિપેરિંગ માટે એન્જીનીયરીંગ વિભાગને જાણ કરવામાં આવેલ છે