Bharuch News: ભરૂચના શુક્લતીર્થ ગામે વરસાદ વચ્ચે દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. અહીં ભારે પવન ફૂંકાતા એક વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ નીચે દબાતા 2 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે 4થી વધુ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા છે.
આજે બપોરે રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન ભરૂચમાં એક દુર્ઘટના સર્જાઇ છે. ભરૂચના શુક્લતીર્થ ગામે વરસાદ વચ્ચે દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. અહીં ભારે પવન ફૂંકાતા એક વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ નીચે દબાતા 2 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે 4થી વધુ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા છે.
ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થતાં કાર દબાઇ હતી. જ્યારે કારમાં સવાર લોકો પૈકી બે લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને વૃક્ષ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ધરાશાયી થયેલા તોતિંગ વૃક્ષને ખસેડવા અને બચાવ કામગીરી માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી.