Lok Sabha Result 2024: વિદેશ મંત્રી એસ જય શંકરે વડાપ્રધાન મોદીને NDAને બહુમતી મળવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, ‘મને પૂરો વિશ્વાસ છે કે તમારું નેતૃત્વ ભારતને ફરીથી વિશ્વ નેતા બનાવવા માટે આગળ લઈ જશે.’એસ જય શંકરે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનની આગેવાની હેઠળની સરકારમાં દેશના લોકોનું જીવન સુધર્યું છે. આ સાથે જ વિશ્વમાં ભારતનું કદ પણ નોંધપાત્ર રીતે વધ્યું છે.
વિદેશ મંત્રીએ ટ્વિટ કરીને વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા હતા
એસ જય શંકરે ટ્વીટ કર્યું, ‘વડાપ્રધાન મોદીને બહુમતી સાથે NDAના નેતા તરીકે ચૂંટાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તમારા નેતૃત્વમાં દેશના લોકોના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે અને સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન પણ વધ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં ભારત વિશ્વ લીડર બનવા તરફ આગળ વધશે.