Karnataka Corporation : CBIએ કર્ણાટક મહર્ષિ વાલ્મીકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ લિમિટેડ સાથે સંબંધિત કરોડોના ગેરકાયદે ટ્રાન્સફરના કેસમાં તપાસ શરૂ કરી છે. રાજ્યના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ બુધવારે આ જાણકારી આપી છે. પરમેશ્વરાએ કહ્યું કે એજન્સી તરફથી ઔપચારિક અરજી મળ્યા બાદ સરકાર આ કેસ સીબીઆઈને સોંપશે.
ગત સપ્તાહે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ સીબીઆઈને ફરિયાદ કરી હતી
મુંબઈમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના હેડક્વાર્ટર વતી ગયા અઠવાડિયે સીબીઆઈને ઔપચારિક ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે સરકારી કોર્પોરેશને પ્રજાના પૈસાની ઉચાપત કરી છે. આ પછી ત્રણ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોર્પોરેશને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સામે 88 કરોડની ઉચાપતના આરોપસર FIR પણ નોંધાવી હતી.
કોર્પોરેશને બેંક અધિકારીઓ પર ઉચાપતનો આરોપ પણ મૂક્યો હતો
કર્ણાટકના ગૃહમંત્રીએ કહ્યું, ‘યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ સીબીઆઈને લેખિતમાં ફરિયાદ કરી હતી કે જો કોઈ બેંકમાં 3 કરોડ રૂપિયાથી વધુની ઉચાપતનો મામલો હોય તો સીબીઆઈ પોતાની રીતે તપાસ કરી શકે છે. બેંકની ફરિયાદના આધારે સીબીઆઈએ તપાસ શરૂ કરી છે.