Surendranagar Lok Sabha Result : સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચંદુભાઈ શિહોર ની જીત થઈ છે. આ બેઠક પર કોળી સમાજનો પ્રભુત્વ છે અને આ વખતે બંન્ને કોળી સમાજ નેતાઓ વચ્ચે રાજકીય જંગ જામ્યો હતો.
ચંદુભાઈ શિહોર કોણ છે ?
62 વર્ષીય ચંદુભાઈ BE Civil સુધીનો અભ્યાસ કરેલો છે. જેમની રાજકીય સફર વિશે વાત કરીએ તો તેઓ હળવદ પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન છે. મોરબીમાં જિલ્લા પચંયાતમાં પણ પ્રમુથ તરીકે રહી ચુક્યાં છે. જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ પણ રહી ચુક્યાં છે. જેઓ ચુંવાળિયા કોળી સમાજજનો અગ્રણી ચહેરો છે. સામાજિક અને શૈક્ષણિક કાર્યો સાથે જોડાયેલા રહે છે.
ઋત્વિક મકવાણાની રાજકીય સફર
ઋત્વિક મકવાણા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત સેવા દળના અધ્યક્ષ રહી ચુક્યા છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રહી ચુક્યા છે. અખિલ ભારતીય કોળી સમાજનો પ્રમુખ તરીકેવી જવાબદારી અગાઉ નીભાવી ચુક્યા છે.
2019ની ચૂંટણીનું પરિણામ
ભાજપના મહેન્દ્ર મુંજપરાની 2019માં જીત થઈ હતી. જેમને 6,31,844 મત મળ્યા હતા. જેમની જીતનું માર્જિન 2,77,437 રહ્યું હતુ.
કોંગ્રેસના સોમા ગાડા પટેલની 2019માં હાર થઈ હતી. જેમને 3,54,407 મત મળ્યા હતા.
આ બેઠકમાં કઈ કઈ વિધાનસભા આવે છે ?
- વિરમગામધંધુક
- દસાડા
- લીમડી
- વઢવાણ
- ચોટીલા
- ધાંગધ્રા
સુરેન્દ્રનગર બેઠકનો રાજકીય ઈતિહાસ
વર્ષ – પક્ષ – વિજેતા
1962 – ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1967 – મેઘરાજજી, સ્વતંત્ર પક્ષ
1971 – રસિકલાલ પરીખ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1977 – અમીન રામદાસ કિશોરદાસ, જનતા પાર્ટી
1980 – દિગ્વિજયસિંહ ઝાલા ભારતીય, રાષ્ટ્રીય કોંગ્રેસ
1984 – દિગ્વિજયસિંહ ઝાલા ભારતીય, રાષ્ટ્રીય કોંગ્રેસ
1989 – સોમાભાઈ ગાંડાલાલ કોળી પટેલ, ભારતીય જનતા પાર્ટી
1991 – સોમાભાઈ ગાંડાલાલ કોળી પટેલ, ભારતીય જનતા પાર્ટી
1996 – સનત મહેતા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1998 – ભાવના દવે, ભારતીય જનતા પાર્ટી
1999 – સવશીભાઈ મકવાણા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
2004 – સોમાભાઈ ગાંડાલાલ કોળી પટેલ , ભારતીય જનતા પાર્ટી
2009 – સોમાભાઈ ગાંડાલાલ કોળી પટેલ, ભારતીય જનતા પાર્ટી
2014 -દેવજીભાઈ ગોવિંદભાઈ ફતેપરા, ભારતીય જનતા પાર્ટી
2019 – મહેન્દ્ર મુંજપરા, ભારતીય જનતા પાર્ટી
જ્ઞાતિ સમીકરણ જાણો
સુરેન્દ્રનગર બેઠક પર અંદાજે 20.2 લાખ મતદારો છે. જેમાં કોળી 5.89 છે. ક્ષત્રિય 2.23 લાખ, દલિત 2.03 લાખ, માલધારી 1.83 લાખ, પાટીદાર 1.83 લાખ, મુસ્લિમ 1 લાખ, બાહ્મણ 61 હજાર, જૈન 41 હજાર તેમજ અન્ય 4.47 લાખ જેટલા છે.
આ બેઠક પર કેટલું મતદાન થયું હતું ?
સુરેન્દ્રનગર બેઠક પર 55.09 ટકા મતદાન થયુ હતું. જેમાં વિરમગામમા 56.41 ટકા, ધંધુકામા 50.88 ટકા, દસાડામાં 57.50 ટકા, લીમડીમા 53.20 ટકા,વઢવાણમાં 54.57 ટકા, ચોટીલામાં 57.69 ટકા જ્યારે ધાંગધ્રામા 55.49 ટકા મતદાન નોંધાયું હતું.